મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અક્ષયની લકી ગર્લ

IFM
કૈટરીના કેફને અક્ષય કુમાર પોતાને માટે ખૂબ લકી માને છે અને તેમની હંમેશા કોશિશ રહે છે કે તેમની વધુમાં વધુ ફિલ્મોમાં કેટરીના કેફ તેમની નાયિકા રહે. કેટરીના સાથે અક્ષયની જોડી પણ સારી જામે છે. બંનેએ એક સાથે કરેલી લગભગ બધી ફિલ્મો સફળ રહી છે.

અક્ષયને છોડો, બોલીવુડના બધા કલાકાર કેટરીનાને લકી ગર્લ માને છે. ગયા વર્ષે કેટરીનાની બધી ફિલ્મો સફળ રહી હતી અને તેમની ફિલ્મોગ્રાફી પર નજર નાખીએ તો હિટ ફિલ્મોની સંખ્યા વધુ છે.

કેટરીનાની સાથે બધા ફિલ્મો કરવા માંગે છે અને કેટરીનાને રિતિકની સાથે કામ કરવુ છે. આમ તો કેટરીનાને પણ રિતિક પહેલાથી જ પસંદ છે, પણ 'જોધા અકબર' જોયા પછી તે તેમની ખૂબ મોટી પ્રશંસક બની ગઈ છે.

કેટરીનાનુ માનવુ છે કે રિતિકે અકબરનુ પાત્ર ખૂબ જ સારી રીતે કર્યુ છે. આ ભૂમિકા ખૂબ જ કઠણ હતી અને આ પાત્ર ભજવવુ દરેકના માટે શક્ય નહોતુ. તેમને આ ફિલ્મ ખૂબ ગમી.

કેટરીનાએ પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યુ છે કે તેને સમય મળશે તો તે રિતિકની સાથે કામ કરવુ પસંદ કરશે.
ઘણું બધુ
ઓળખી બતાવો - 1
દીપિકાએ સ્વીકાર્યુ કે તે રણબીરને પ્રેમ કરે છે
કરીના સેફ પાસે ગિટાર સીખી રહી છે.
કોર્ટે સંજય અને માન્યતાને નોટિસ ફટકારી
બચના એ હસીનો
લારાની જીંદગીમાં ડિનો ?