શાહરૂખ ખાનને લઈને આદિત્ય ચોપડા 'રબને બના દી જોડી' નામની ફિલ્મ નિર્દેશિત કરી રહ્યા છે. ફિલ્મ નિર્દેશનના ક્ષેત્રમાં આદિત્યએ આઠ વર્ષો પછી પાછા ફર્યા છે. સ્થાપિત નાયિકાઓને બદલે આદિત્યે આ ફિલ્મ માટે નવો ચહેરો શોધી રહ્યા છે.
ઘણા ચહેરાઓ જોયા પછી પણ આદિત્યને કોઈ ચહેરો પસંદ ન પડ્યો. જાણવા મળ્યુ છે કે તેમણે અનિલ કપૂરની છોકરી સોનમ કપૂરને આ ફિલ્મમાં હીરોઈન બનાવવાનો નિર્ણય કર્યો છે.
આ ફિલ્મમાં 40 વર્ષીય પુરૂષ અને 16 વર્ષીય છોકરીનો રોમાંસ બતાવવામાં આવશે. જો કે આ વિષયને લઈને પહેલા પણ ફિલ્મો રજૂ થઈ છે, પણ આદિત્ય આ ફિલ્મ પોતાના અંદાજમાં રજૂ કરશે.
'સાંવરિયા'થી પોતાનુ કેરિયરની શરૂઆત કરનારી સોનમને આ ફિલ્મના ફ્લોપ થવાથી ખૂબ દુ:ખ થયુ છે. રણબીરને તો કેટલીય ફિલ્મો મળી, પણ સોનમ આ બાબતે દુર્ભાગ્યશાળી રહી.
સોનમના પ્રત્યે જ્યારે બોલીવુડવાળાનો વ્યવ્હાર બદલાતો જઈ રહ્યો છે અને જો આદિત્યની આ ફિલ્મમાં તે કામ કરશે તો નક્કી આ તેના કેરિયરનો ટર્નિગ પોઈંટ સાબિત થશે.
|