મુંબઈ(વેબદુનિયા ન્યૂઝ)પોતાના જમાનામાં સુંદરતાની રાણી તરીકે ઓળખાતી બોલીવુડની અભિનેત્રી મધુબાલા એવી બીજી અભિનેત્રી બની ગઈ છે, જેના પર ભારતીય ટપાલ-તાર વિભાગે ટિકીટ રજૂ કરી છે. ડાક વિભાગે આ ટિકિટની કીમંત પાંચ રૂપિયા રાખી છે.
અહીંના રવિન્દ્ર ભવનમાં આયોજિત આ સમારંભમા મધુબાલાની બહેન મધુ ભૂષણ અને મનોજ કુમારની સાથે બોલીવુડની ઘણી પ્રસિધ્ધ વ્યક્તિઓ હાજર હતી. બોલીવુડની પહેલી ટપાલ-ટિકીટ 30 એપ્રિલ 1971માં રજૂ થઈ હતી. આ ટિકિટ રજૂ દાદા સાહેબ ફાળકે પર હતી. આમ તો દાદા સાહેબ અને નરગીસ દત્ત સિવાય ટપાલ વિભાગ કિશોર કુમાર અને ગુરૂદત્ત પર પણ ટપાલ ટિકીટ રજૂ કરી ચૂક્યા છે.
ફિલ્મ અભિનેત્રીઓમાં પહેલીવાર ટપાલ ટિકિટ પર ફોટો છપાયાનુ સન્માન નરગીસને મળ્યુ. નરગીસની ઘણી સારી ફિલ્મો આજે પણ રુચિ સાથે ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
મધુબાલાએ આમ તો ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે પણ સૌથી વધુ સફળતા તેમણે કે. આસિફની ફિલ્મ 'મુગલ-એ-આજમ'થી મળી. આ જ કારણ છે કે ટપાલ વિભાગે તેમના પર ટપાલ ટિકિટ રજૂ કરવાનો નિર્ણય કર્યો.
સમારંભમાં હાજર મધુબાલાની બહેન મધુ ભૂષણે કહ્યુ કે અમે ખૂબ જ ખુશનસીબ છીએ કે અમને મધુબાલા જેવી બહેન મળી. અમારા બધાની દુઆ છે કે ખુદા તેને જન્નતમાં જગ્યા આપે. તેમણે બધા બહેનો પ્રત્યે અપાર પ્રેમ હતો, અમે દેશવાસીઓના આભારી છે કે તેમના દિલમાં આજે પણ અમારી આ વ્હાલી બહેનને દિલથી આટલુ ચાહે છે.
મધુ ભૂષણના મુજબ જ્યારે અમને સૂચના મળી કે મધુબાલા પર ટપાલ ટિકિટ રજૂ થઈ રહી છે તો અમને નવાઈ લાગી. અમે વિચારી પણ નહોતા શકત કે ભારત સરકાર અમારી બહેનને આટલુ સન્માન આપશે.
પ્રખ્યાત અભિનેતા મનોજ કુમારે કહ્યુ કે મધુબાલા સુંદર જ નહી પણ એક સારી વ્યક્તિ પણ હતી. મને ગર્વ છે કે અમે અએવી વ્યક્તિને વ્યક્તિગત રૂપે મળ્યા છે. ટપાલ વિભાગે તેમના પર ટિકિટ કાઢીને તેમને હંમેશા માટે અમર કરી દીધા. તેમણે કહ્યુ કે રૂપની રાણી, લાગણીઓની દેવી, એક સદીમાં એક જ જન્મે છે અને તે હતી મધુબાલા.
મનોજ કુમારે કહ્યુ કે અમારી ફિલ્મ ઈંડસ્ટ્રીએ કેટલીય સુંદર અભિનેત્રીઓ આપી છે પણ મધુબાલાની વાત જ કાંઈ જુદી હતી. આજે પણ તેમનુ હાસ્ય અને તેમના ગાલ પર પડતા ખંજન યાદ આવે છે. ખરેખર લાજવાબ હતી. મેં તેનાથી સુંદર કોઈ બીજી અભિનેત્રી આજ સુધી નથી જોઈ.
|