મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હેપ્પી બર્થ ડે રાની

IFM
21 માર્ચ 1978મા જન્મેલી રાણી મુખર્જી આજે પોતાના જીવનના 30 વર્ષ પૂરા કરી ચૂકી છે. વર્તમાન સમયની શ્રેષ્ઠ અભિનેત્રીઓમં ગણાતી રાણી મુખર્જીએ પોતાના કેરિયરની શરૂઆત 'રાજાકી આયેગી બારાત' નામની ફિલ્મએ એવરેજ સફળતા મેળવી હતી.

સાધારણ ચહેરાવાળી રાણીના અવાજને લઈને ધણા લોકોએ આલોચના કરી. બી ગ્રેડથી એ ગ્રેડની ફિલ્મોમાં રાણીએ લાંબી છલાંગ લગાવી અને આમા તેમના ભાગ્યએ મુખ્ય ભૂમિકા નિભાવી.

આમિર ખાનને લઈને વિક્રમ ભટ્ટ 'ગુલામ' ફિલ્મ બનાવી રહ્યા હતા. ફિલ્મમાં નાયિકા પૂજા ભટ્ટ હતી, પણ આમિરને પૂજા થોડી જાડી લાતી. આથી પૂજા ફિલ્મમાંથી નીકળી ગઈ અને છેલ્લી ઘડીએ રાણીને લેવાનો વિચાર કરી લેવામાં આવ્યો.

તે જ દરમિયાન કરણ જોહર ' કુછ કુછ હોતા હૈ' બનાવી રહ્યા હતા. કાજોલ સિવાય તેમને એક વધુ નાયિકા જોઈતી હતી. તેમણે ઘણી નાયિકાઓ સાથે વાત કરી, પણ કોઈપણ હીરોઈન કાજોલ સાથે હરીફાઈ કરવા નહોતી માંગતી.

છેવટે હારીને તેમણે અધૂરા મને રાણીને ફિલ્મમાં લઈ લીધી. 1998મા આ બંને ફિલ્મો રજૂ થઈ અએ જબરજસ્ત સફળતા આ ફિલ્મોએ મેળવી. 'કુછ કુછ હોતા હૈ'માં કાજોલની સામે રાણીએ પૂરા આત્મવિશ્વાસની સાથે શ્રેષ્ઠ અભિનય કર્યો.
અમે દર્શકોના દિલમાં તેણે સ્થાન બનાવી લીધુ.

સાધારણ દેખાતી રાણીમાં બધી ખૂબીઓ ધીરે ધીરે સૌને દેખાવા માંડી. આ બે ફિલ્મોની સફળતા પછી રાણીએ પાછળ વળીને જોયુ નહી. એક સ્ટાર હોવાની સાથે સાથે તે એક સશક્ત અભિનેત્રી પણ છે અને આ વાત તેણે ઘણી ફિલ્મોમાં શ્રેષ્ઠ કામ કરીને સિધ્ધ કરી છે. કેટલાય પુરસ્કારો તેમણે શ્રેષ્ઠ અભિનય કરવા માટે મળ્યા છે.

શાહરૂખ અને સલમાનની સાથે તેમની જોડી ખૂબ જામી. બોલીવુડના શ્રેષ્ઠ નિર્દેશકોની સાથે રાણીએ કામ કર્યુ. 'બ્લેક'માં રાણીએ અભિનયની ઉંચાઈઓને આંબી લીધી અને આ ફિલ્મ પર તે હંમેશા ગર્વ કરી શકે છે. આ સમયે રાણી ઓછી અને સારી ફિલ્મો કરી રહી છે.

રાણી વિશે વધુ જાણવા ક્લિક કરો.
ઘણું બધુ
તારે જમીન પર કલાકારો આસમાનમાં
કમલ હાસનની પુત્રી શ્રુતિ હિરોઇન બનશે
હેમામાલિનીનું બ્યુટી રહસ્ય.. પાણી..
મશહૂર અભિનેત્રી મધુબાલાવાળી ટપાલ ટિકીટ
શાહરૂખની સાથે સોનમ !
એશ-અભિના નવા મહેમાનની તૈયારીઓ