મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બિલ્લો રાણી બિપાશા પર આફરીન ધોની
PTI
ફિલ્મી હીરોઈનો અને ક્રિકેટ તારલાઓ ક્યારે કોણો હાથ પકડે અને કોણા પ્રેમજાળમાં ફસાય જાય આ વાત ઈશ્વર સિવાય કોઈ નથી જાણી શકતુ. યુવરાજસિંહ અને રાયમા સેનની લવસ્ટોરી લખાવવાની શાહી હજુ સૂકાઈ પણ નથી કે ગુરૂવારની રાતે માયાવી નગરીમાં એક વધુ ધમાકો થયો, જેની ગૂંજ સવાર સુધી ગૂંજતી રહી.

આ ધમાલ બીજા કોઈએ નહી, પણ બોલીવુડની 'બિલ્લો રાણી' એટલેકે બિપાશા બાસુ અને ભારતના એક દિવસીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કરી છે. આ બંને એક ફિલ્મની લોંચિંગ સમયે સાથે જોવા મળ્યા. લોંચિગ પછી બિપાશા પોતાની ચમચમાતી કારમાં ધોનીને લઈને રફુચક્કર થઈ ગઈ. આ જ સનસનીખેજ ઘટનાને મીડિયાએ હોળીના અવસર પર સ્વાદ લેવા ખાસો એવો મસાલો ભરી દીધો.
PTIPTI

આજની તારીખે ધોની પણ હોટ શોટ છે અને બિપાશા બસુનુ તો શુ કહેવુ. તે જ્યા પણ જાય છે ત્યાંન બ્રેંકિંગ ન્યૂઝ બની જાય છે. મુંબઈમાં ગુરૂવારે રાતે બિપાશાની નવી ફિલ્મ 'રેસ'ની પ્રીમિયર પાર્ટી હતી. આ પાર્ટીમાં ધોનીએ હાજરી આપીને સૌને ચોંકાવી દીધા.

આ પાર્ટીમાં ધોની બિપાશાની પાસે જ બેસેલા જોવા મળ્યા. પાર્ટી પૂરી થતા જ બધા એ વાતની રાહ જોઈ રહ્યા હ્તા કે હવે શુ થશે ? અચાનક બિપાશા ભીડને આંતરીને પોતાની કારની પાછલી સીટ પર જઈ બેસી, અને પછી ધોનીને પણ ઈશારો કર્યો કે એ પણ આવી જાય. ધોનીએ આદર્શ બાળકની જેમ બિપાશાનો આદેશ માનીને બિપાશાની બગલમાં જઈને બેસી ગયો.

ત્યાં હાજર રહેલા મીડિયા કર્મચારીઓ બંનેનો ફોટો લેતા, તે પહેલા જ તેમની કાર પૂરપાટ ઝડપે ગાયબ થઈ ગઈ. બિપાશા ધણા વર્ષોથી જોન અબ્રાહમની 'જાન' બનેલી છે. કદી તેમનાથી રિસાઈ જાય છે, તો કદી થોડા દિવસો પછી બંને સાથે જોવા મળે છે.
NDN.D

થોડા દિવસો પહેલા ડાબા હાથની આંગળી પર અંગૂઠી જોવા મળી તો લોકોએ અનુમાન લગાવી લીધુ કે બિપાશ જોનની થઈ ગઈ છે. વાત અહીં સુધી આવી ગઈ કે બંને જણે ચૂપચાપ લગ્ન કરી લીધા છે, પણ બંને ચૂપ છે.

આ વાત તો હવે સામાન્ય લોકોને સમજાઈ રહી છે કે બોલીવુડમાં કામ કરનારી વ્યક્તિઓ પોતાની ફિલ્મને હિટ કરાવવા માટે ન જાણે શુ શુ કરતી હોય છે. તમે દીપિકા પાદુકોણને જ જોઈ લો.

દીપિકાએ પોતાની પ્રથમ ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' હિટ કરાવવા પહેલા મહેન્દ્ર સિંહ ધોની સાથે પોતાના પ્રેમની અફવા ઉડાવી, અને જ્યારે આ વાત ફૂસ થઈ ગઈ તો તેને 'દોસ્તી'ના કપડાંથી ઢાંકી દીધુ.

દીપિકાએ પછી ભારતીય ક્રિકેટના 'પ્રેમ પૂજારી' યુવરાજની સાથે પોતાનુ નામ જોડ્યુ, પણ દીપિકા હવે સ્ટાર બની ચૂકી છે, તો તેમણે સમજદારી બતાવતા ઋષિ કપૂરના સ્વીટ પુત્ર રણબીર કપૂરને પસંદ કરી લીધા. હાલ, તે રણબીરની જ છે.
IFM

ટૂંકમા જોવા જઈએ તો ફિલ્મી હીરોઈનોની રીલ લાઈફ અને રીયલ લાઈફમાં જમીન-આસમાનનો ફરક છે. આ જ કારણ છે કે બિપાશાએ પોતાની ફિલ્મની પબ્લિસીટી વધારવા ધોનીનો હાથ પકડ્યો છે.

ટૂંક સમયમાં તમને ધોનીના મોઢેથી એ પણ સાંભળવા મળશે કે અમારી વચ્ચે પ્રેમ જેવુ કશુ નથી. બિપાશા તો મારી સારી(?) મિત્ર છે. આમ તો ધોની-બિપાશાની વધતી નિકટતા જોઈને કેટલાકે કહી જ દીધુ 'બિલ્લો રાણી કહો તો અભી જાન દે દૂ'.
ઘણું બધુ
હેપ્પી બર્થ ડે રાની
તારે જમીન પર કલાકારો આસમાનમાં
કમલ હાસનની પુત્રી શ્રુતિ હિરોઇન બનશે
હેમામાલિનીનું બ્યુટી રહસ્ય.. પાણી..
મશહૂર અભિનેત્રી મધુબાલાવાળી ટપાલ ટિકીટ
શાહરૂખની સાથે સોનમ !