મુંબઈ. છેલ્લા કેટલાક વર્ષોથી બોલીવુડ બાળાઓ પર 'આઈટમ ગર્લ' બનવાનો નશો ચઢ્યો છે. કારણ એ કે આઈટમ સોંગ દ્વારા તેમને રાતોરાત એટલી લોકપ્રિયતા મળી જાય છે જેટલી તેમને આખી ફિલ્મમાં કામ કરવાથી પણ નથી મળતી. આઈટમ ગર્લ દ્વારા લોકપ્રિયતા મેળવવાનુ સૌથી તાજુ ઉદાહરણ છે રાખી સાવંત, જેમને આખો દેશ ઓળખે છે.
આઈટમ ગર્લ બનવાને રસ્તે પ્રીતિ જિંટા, શિલ્પા શેટ્ટી અને સેલિના જેટલી પણ ચાલી પડી છે. ઈંડિયન પ્રીમિયર લીગમાં મોહાલીની ફ્રેંચાઈજી પ્રીતિ જિંટાની ઓળખ ફિલ્મોથી છે અને એક વાર ફરી તેમને બોલીવુડની યાદ આવી છે.
પ્રીતિ જિંટા 'મે ઔર મિસેસ ખુરાના' ફિલ્મમાં આયટમ સોંગ રજૂ કરવા જઈ રહી છે. આ પહેલીવાર હશે કે પ્રીતિ જેવી દરેકના દિલમાં વસનારી અભિનેત્રી પણ આઈટમ ગર્લના રૂપમાં દર્શકોની સામે આવશે.
શિલ્પા શેટ્ટી પણ પોતાની પાતળી કમરની સાથે ફિલ્મ 'દોસ્તાના' માં અભિષેક બચ્ચન અને કરણ જોહરની સાથે આઈટમ સોંગ કરશે.
શિલ્પાએ કહ્યુ કે હું આ પ્રકારના કામ કરવા માટે જ બની છુ. અભિષેક અને કરણ જેવી શ્રેષ્ઠ ટીમ મને ક્યા મળશે ? મને ખુશી છે કે આ ફિલ્મના આઈટમ સોંગમાં હુ ભાગ લઈ રહી છુ.
બીજી બાજુ સેલિના જેટલી પણ ફિલ્મોની સાથે સ્ટેજ પર આઈટમ સોંગ કરવા જઈ રહી છે. રવિવારની રાતે ગુડગાંવના સ્ટેડિયમમાં ક્રિકેટપ્રેમી દર્શકોને ઈંડિયન ક્રિકેટ લીગના મેચની સાથે સાથે સેલિનાના મદહોશ કરનારા નૃત્યને સૌએ માણ્યુ હતુ.
|