મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સેફ કરીનાની વધુ એક ફિલ્મ

IFM
સેફ અલી ખાન અને કરીના કપૂરની જોડી આ સમયે ખૂબ જ ચર્ચિત છે, અને જેનો લાભ ફિલ્મના નિર્માતાઓ પણ લેવા માંગે છે. તેમનુ માનવુ છે કે આ જોડીને દર્શકો જોવા માંગે છે.

સેફ અને કરીનાની આવતા મહિને 'ટશન' રજૂ થવા જઈ રહી છે, જેને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. આ જોડીને લઈને નિર્માતા-નિર્દેશક કરણ જોહરે પણ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.

આ ફિલ્મનુ નિર્દેશન કોણ કરશે અને ફિલ્મનુ નામ શુ હશે, તેની જાહેરાત સમય આવતા કરવામાં આવશે. આ ફિલ્મ રોમાંટિક હશે અને વિવેક ઓબેરોય પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવશે. શક્યતા છે કે આ ફિલ્મ પ્રેમ-ત્રિકોણ પર આધારિત હશે.

'શૂટ આઉટ એટ લોખંડવાલા' જેવી હિટ ફિલ્મ આપવા છતાં વિવેકના ગ્રહો હમણાં નબળા છે. વિવેકને આશા છે કે કરણની ફિલ્મથી તેમના કેરિયરની ખોવાયેલી ચમક એક વાર ફરી પાછી ફરશે.
ઘણું બધુ
બિગ-બીને પોતાની ફિલ્મ બતાવશે આમિર
બોલીવુડ બાળાઓ પર છવાયો આઈટમ ગર્લનો નશો.
બિલ્લો રાણી બિપાશા પર આફરીન ધોની
હેપ્પી બર્થ ડે રાની
તારે જમીન પર કલાકારો આસમાનમાં
કમલ હાસનની પુત્રી શ્રુતિ હિરોઇન બનશે