અબ્બાસ-મસ્તાન નિર્દેશિત ફિલ્મ 'રેસ' એ આખા દેશમાં જોરદાર શરૂઆત આપીને અડધુ મેદાન મારી લીધુ છે. બધા વયના અને વર્ગના લોકો આ ફિલ્મ જોવા માટે સિનેમાઘરો પર તૂટી પડ્યા છે.
ખૂબ દિવસો પછી કોઈ મોટી ફિલ્મ રજૂ થઈ અને મોટાભાગની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે. 21, 22 અને 23 માર્ચે રજા હોવાનો લાભ પણ આ ફિલ્મને મળ્યો. આ જ કારણે 'રેસ'ની શરૂઆત સારી રહી.
ફિલ્મની સ્ટારકાસ્ટ અને શ્રેષ્ઠ પ્રચારે પણ લોકોનુ ધ્યાન ખેંચ્યુ છે. ફિલ્મના નિર્માતાઓને આશા છે કે ફિલ્મને સારી શરૂઆત મળશે, તેથી તેમણે ઢગલો પ્રિંટ સાથે ફિલ્મને રજૂ કરી જેથી ફિલ્મ જોવા આવેલા કોઈ પણ દર્શકો ખાલી હાથ પાછા ન ફરે.
રેસની સમીક્ષા માટે ક્લિક કરો.
ગયા અઠવાડિયે રજૂ થયેલી ફિલ્મ '26 જુલાઈ એટ બરિશ્તા' સુપર ફ્લોપ સાબિત થઈ. મુંબઈમાં થયેલ વરસાદ પર આધારિત આ ફિલ્મના મોટાભાગના શો માં દર્શકોની હાજરી નહિવત રહી અને શો રદ્દ કરવો પડ્યો.
આ જ હાલ 'આજ કા ચેલેંજ' અને 'મેં તેરે ઈશ્ક મેં' જેવી ફિલ્મોનો પણ રહ્યો 'બ્લેક એંડ વ્હાઈટ'ને મહારાષ્ટ્ર અને દિલ્લીમાં ટેક્સ ફ્રી કરી દીધી છે, પણ તે છતાં ફિલ્મને પર્યાપ્ત માત્રામાં દર્શકો નથી મળી રહ્યા. આ ફિલ્મને બીજા અઠવાડિયામાં ઉપલબ્દહ આંકડાના મુજબ લગભગ 90 લાખ રૂપિયાનો વ્યવસાય કર્યો છે. 'જોધા અકબર' મોટા શહેરોમાં સારો વેપાર કરી રહી છે.
આ અઠવાડિયાની ટોપ ફાઈવ ફિલ્મો (14 થી 20 માર્ચ 2008)
1) જોધા અકબર(પાઁચમુ અઠવાડિયુ) 2) બ્લેક એંડ વ્હાઈટ(બીજુ અઠવાડુયુ) 3) 10000 બી.સી(ડબ) (ત્રીજુ અઠવાડિયુ) 4) ડોન નં. 1 (ડબ) (બીજુ અઠવાડિયુ) 5) તારે જમી પર (તેરમું અઠવાડિયુ)
|