મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મિનિષાએ 50 લાખ રૂપિયાને ઠોકર મારી

IFM
50 લાખ રૂપિયાને માટે બોલીવુડના નાના-મોટા કલાકારો કોઈ પણ ઉત્પાદનની જાહેરાત કરવા માટે તૈયાર થઈ જાય છે. પણ થોડા દિવસો પહેલા અભિનેત્રી મિનિષા લાંબાએ એક પ્રતિભા ખોજ કાર્યક્રમનુ નામ પસંદ ન આવવાને કારણે 50 લાખ રૂપિયાના પ્રસ્તાવને ઠોકર મારી દીધી. મિનિષાનઆટલી રકમ તો કદાચ એક ફિલ્મ કર્યા પછી પણ ન મળત.

'સ્ટાર મેકર્સ આઈટમ બમ 2008' આ પ્રતિભા ખોજ કાર્યક્રમનુ નામ છે. આ કાર્યક્રમમાં જોડાવવા માટે મિનિષાને આ પ્રસ્તાવ મળ્યો હતો. મિનિષા કાર્યક્રમની રૂપરેખા તો પસંદ પડી, પણ તેનુ નામ ન ગમ્યુ.

તેમણે કાર્યક્રમ સાથે જોડાવવા માટે તેનુ નામ બદલવા માટે કહ્યુ, કારણકે 'આઈટમ બમ' જેવા શબ્દો મિનિષાને ગમ્યા નહોતા. આ નામ રજિસ્ટર્ડ થઈ ચૂક્યા હતા, તેથી તેઓ આને બદલવા તૈયાર નહોતા. જ્યારે મિનિષાએ જોયુ કે નામ નહી બદલી શકાય તો તેણે કાર્યક્રમથી અલગ થવાનો નિર્ણય કરી લીધો.
ઘણું બધુ
ઐશ્વર્યા બોલીવુડની સૌથી મોંઘી ઇરોઇન
રેસની શાનદાર શરૂઆત
સેફ કરીનાની વધુ એક ફિલ્મ
બિગ-બીને પોતાની ફિલ્મ બતાવશે આમિર
બોલીવુડ બાળાઓ પર છવાયો આઈટમ ગર્લનો નશો.
બિલ્લો રાણી બિપાશા પર આફરીન ધોની