મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સલમાન માટે નવી હીરોઈનની શોધ

IFM
'લંડન ડ્રીમ્સ' રાજકુમાર સંતોષી બનાવવાના હતા, પણ સતત ફ્લોપ ફિલ્મો આપવાને કારણે હવે સંતોષીને હટાવી દેવામાં આવ્યા છે, અને વિપુલ શાહને જવાબદારી સોંપવામાં આવી છે.

આ ફિલ્મમાં સલમાન ખાન અને અજય દેવગન કામ કરી રહ્યા છે. આ પહેલા બંને 'હમ દિલ દે ચુકે સનમ'માં કામ કરી ચૂક્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને ઘણી વાતો સામે આવી રહી છે.

પહેલા કહેવામાં આવ્યુ અહ્તુ કે અજય દેવગનને હટાવીને અર્જુન રામપાલને લેવામાં આવ્યા છે. હીરોઈનોમાં કેટરીના કેફ, પ્રિયંકા ચોપડા, અને કરીના કપૂરના નામ સાંભળવા મળ્યા છે. કોઈને પણ એ નહોતુ સમજાતુ કે કોણ આ ફિલ્મમાં છે અને કોણ નથી ?

આ સસ્પેંસને ખોલવા વિપુલે કહ્યુ કે ફિલ્મમાં અજય દેવગન અને સલમાનની જોડી તો એજ રહેશે. જ્યા સુધી નાયિકાઓનો પ્રશ્ન છે તો તેને માટે નવી હીરોઈનની શોધ કરવામાં આવશે.

વિપુલનુ કહેવુ છે કે ફિલ્મની સ્ટોરી કાંઈક એવી છે કે નાયિકાના રૂપમાં એવો ચહેરો જોઈએ, જેની પહેલાથી કોઈ છબિ ન હોય અને તેથી જ તેઓ નવો ચહેરો શોધી રહ્યા છે. જેણે પણ આ ફિલ્મમાં નાયિકા બનવાની તક મળશે તેનુ કેરિયર સલમાન અને અજય દેવગન જેવા મોટા કલાકારો સાથે શરૂ થશે.

આ ફિલ્મનુ શૂંટિંગ જૂનના છેલ્લા અઠવાડિયામાં શરૂઅ થઈ જશે. આ વર્ષે વિપુલની એક બીજી મોટી ફિલ્મ 'સિંહ ઈઝ કિંગ' પણ રજૂ થવાની છે, જેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
ઘણું બધુ
મિનિષાએ 50 લાખ રૂપિયાને ઠોકર મારી
ઐશ્વર્યા બોલીવુડની સૌથી મોંઘી ઇરોઇન
રેસની શાનદાર શરૂઆત
સેફ કરીનાની વધુ એક ફિલ્મ
બિગ-બીને પોતાની ફિલ્મ બતાવશે આમિર
બોલીવુડ બાળાઓ પર છવાયો આઈટમ ગર્લનો નશો.