મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આઇટમ સોંગમાં તનુશ્રીના સ્થાને રાખી
તનુશ્રી દત્તાના નાટકથી એમને લગભગ દોઢ કરોડનું નુકસાન થયું-હોર્ન ઓકે પ્લીઝના નિર્માતા સામી સિદ્દીકી
IFMIFM

મુંબઇ. મુંબઇમાં બુધવારે મિડિયા સાથે થયેલા વિવાદને કારણે ''હોર્ન ઓકે પ્લીઝ''ના નિર્માતા સામી સિદ્દીકીએ આઇટમ સોંગ અભિનેત્રી તનુશ્રી દત્તાની જગ્યાએ રાખી સાવંતને લઈને આઈટમ સોંગ પૂરું કરી રહ્યા છે. રાખી પણ નાના પાટેકર સાથે આઈટમ સોંગ કરવાનો મોકો મળવાથી ઘણી જ ખુશ છે, જયારે બીજી તરફ નિર્માતાએ જણાવ્યું કે તનુશ્રી દત્તાના નાટકથી એમને લગભગ દોઢ કરોડનું નુકસાન થયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાકેશ સારંગના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું આઈટમ સોંગ બુધવારે મુંબઈના ફિલ્માલયા સ્ટુડિયોમાં તનુશ્રી દત્તા અને નાના પાટેકર પર ફિલ્માવવામાં આવી રહ્યું હતું. બપોરના સમયે શૂટિંગ દરમિયાન જ તનુશ્રીએ નાના સાથે ગરમા ગરમ દ્રશ્યો આપવાની ના પાડી જેના થકી સેટ પર મામલો ગંભીર થઈ ગયો હતો. ત્યાર બાદ ત્યાં ઈલેકટ્રોનિક મિડિયા સ્ટુડિયોએ પહોંચી હતી અને આ વાતની જાણકારી લેવા લાગી હતી.

એ દરમિયાન એક કેમેરામેન સાથે તનુશ્રીના પિતાની ઝપાઝપી થઈ ગઈ, જેમાં કેમેરામેનનો કેમેરા તૂટી ગયો. કેમેરા તૂટતાં જ મિડિયાવાળાઓએ તનુશ્રીની કારને રોકી રાખી હતી. આ બધી ધાંધલ-ધમાલને કારણે નિર્માતા શૂટિંગ કરી શક્યા નહીં.

સામી સિદ્દીકીએ જણાવ્યું કે, જયારે અમે રિહર્સલ કર્યું ત્યારે તો તનુશ્રીએ કંઈ પણ કહ્યું નહોતું. શૂટિંગ વખતે એણે નાના પર આરોપ લગાડયો કે એ એને હાથ લગાડી રહ્યો છે. જયારે કે એવું કંઈ જ નહોતું. ગીતમાં કોરિયોગ્રાફર ગણેશે જે સ્ટેપ્સ બતાવ્યા હતા એ મુજબ નાના કામ કરી રહ્યા હતાં. ત્યાર બાદ તનુશ્રીએ હંગામો કર્યો જેને કારણે અમે શૂટિંગ નહોતા કરી શકયા, જયારે કે બે દિવસનું અમે શૂટિંગ કરી ચૂકયા હતાં. શૂટિંગ અધુરું તો ન છોડી શકાય માટે અમે તનુશ્રીની જગ્યાએ બીજી કોઈ છોકરીને લઈને ગીત પૂરું કરવાની યોજના બનાવી.

કોરિયોગ્રાફર ગણેશ આચાર્યે રાખી સાવંત સાથે વાત કરી તો એણે પણ પોતે વ્યસ્ત હોવા છતાં અમારે માટે આ ગીત કરવા તૈયાર થઈ ગઈ. હવે પૂર્ણ ગીત ફરીવાર રાખી અને નાના પાટેકર પર ફિલ્માવવામાં આવશે. જેમાં બીજા ત્રણ દિવસ લાગશે. ત્રણ દિવસનું શૂટિંગ છ દિવસ સુધી જતાં અને નેગેટિવ વેસ્ટ થવાને કારણે મને લગભગ દોઢ કરોડનું નુકશાન થયું છે.
PTIPTI

રાખી સાવંત -
રાખીએ જણાવ્યું હતું કે દાને દાને પે લિખા હૈ. ખાનેવાલે કા નામ. મેં વિચાર પણ નહોતો કર્યો કે, મને નાના સાથે આઈટમ સોંગ કરવાની તક મળશે. એણે કહ્યું કે તનુશ્રીવાળા મામલા વિશે કંઈ બોલવા માગતી નથી. મને બુધવારે રાતે ગણેશ આચાર્યનો ફોન આવ્યો અને તેમણે મને ગીત કરવા જણાવ્યું. જોકે અત્યારે હું સેન્સૂઈ એવોર્ડ માટે રિહસર્લ કરી રહી છું, પરંતુ મારા કોરિયોગ્રાફરે મને છૂટ આપી જેને કારણે હું હવે શૂટિંગ કરી રહી છું.
ઘણું બધુ
આમિર અને આશુતોષ સામે વોરંટ - ભૂજ કોર્ટ
અમિતાભ વિરૂદ્ધ પોસ્ટર અભિયાન-મનસે
લતા અને એશ્વર્યાના પ્રશંસક પાકિસ્તાનના પ્રધાનમંત્રી
સલમાન માટે નવી હીરોઈનની શોધ
મિનિષાએ 50 લાખ રૂપિયાને ઠોકર મારી
ઐશ્વર્યા બોલીવુડની સૌથી મોંઘી ઇરોઇન