મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગીત એક સુપરસ્ટાર બે

IFM
આયટમ ગીતના કારણે 'ક્રેજી 4' ફિલ્મ આ સમયે ચર્ચામાં છે. આ ફિલ્મમાં રાખી સાવંત અને શાહરૂખ ખાન સિવાય ઋત્વિક રોશન પર પણ આયટમ ગીત કરવામાં આવ્યુ છે. આ આયટમ ગીત દર્શકોને આકર્ષિત કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

બે સુપરસ્ટાર્સ પર એક જ ફિલ્મના આયટમ ગીત રજૂ કરવા એ એક અનોખી વાત છે અને રાકેશ રોશન જેવા નિર્માતા જ આવુ કામ કરી શકે છે.

શાહરૂખ પર રજૂ થયેલુ ગીત 'બ્રેક ફ્રી' આ સમયે ઘણુ જ લોકપ્રિય થઈ રહ્યુ છે. ખાસ વાત તો એ છે કે ઋત્વિક પન આ ગીત પર પોતાનુ નૃત્ય રજૂ કરશે. એટલેકે બંને ગીતોની ધૂન સમાન છે, ફક્ત શબ્દોમાં જ થોડો ફેરફાર છે.

એક રીતે આ બંને સુપરસ્ટાર્સમાં હરીફાઈ છે કે કોણે સૌથી સારુ નૃત્ય રજૂ કર્યુ છે. ઋત્વિકવાળો પ્રોમો ટૂંક સમયમાં જ બતાવવામાં આવશે.

નિર્દેશક જયદીપ સેનનુ કહેવુ છે કે 'શાહરૂખ ને નિર્દેશિત કરવુ એક આનંદદાયક અનુભવ હતો. તેમના પર ફિલ્માવવામાં અવેલુ ગીત ઝડપથી લોકોના મોઢે ચઢી રહ્યુ છે. ઋત્વિકના આયટમ સોંગની ધૂન પણ એ જ છે, ફક્ત શબ્દોમાં જ થોડો બદલાવ કર્યો છે.
IFM

હું ખૂબ ભાગ્યશાળી છુ કે મારી પહેલી જ ફિલ્મમાં મને બે સુપરસ્ટાર્સની સાથે કામ કરવાની તક મળી. બંનેએ મારી ફિલ્મના શીર્ષક ગીત પર નૃત્ય કર્યુ છે. રાખી સાવંત આયટમ સોંગ માટે પ્રખ્યાત રહી છે તેથી તેમનુ ગીત સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યુ છે. તેમની સાથે કામ કરવુ પણ એક સારો અનુભવ હતો.

હાસ્ય ફિલ્મ 'ક્રેજી 4' 11 એપ્રિલના રોજ ટોકિઝમાં રજૂ થઈ રહી છે. આ ફિલ્મમાં અરશદ વારસી, ઈરફાન ખાન, જૂહી ચાવલા, સુરેશ મેનન અને રાજધાન યાદવે મુખ્ય ભૂમિકા ભજવી છે.

'ક્રેજી 4' ની સ્ટોરી માટે ક્લિક કરો.
ઘણું બધુ
આઇટમ સોંગમાં તનુશ્રીના સ્થાને રાખી
આમિર અને આશુતોષ સામે વોરંટ - ભૂજ કોર્ટ
અમિતાભ વિરૂદ્ધ પોસ્ટર અભિયાન-મનસે
લતા અને એશ્વર્યાના પ્રશંસક પાકિસ્તાનના પ્રધાનમંત્રી
સલમાન માટે નવી હીરોઈનની શોધ
મિનિષાએ 50 લાખ રૂપિયાને ઠોકર મારી