મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અક્ષય કુમાર બનશે તાત્યા ટોપે !

IFM
સૂચના અને પ્રસારણ મંત્રાલય નિર્માતા ફિરોજ નડિયાદવાલાની મદદથી પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પર એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં બતાવવામાં આવશે કે કેવી રીતે આ લડાઈ લડવામાં આવી હતી અને આ કેટલી મહત્વપૂણ હતી. આ લડાઈનુ ભારતીય ઈતિહાસમાં ઘણુ મહત્વ છે. આ ફિલ્મનુ નિર્દેશન વિનય શુક્લા કરશે, જેમણે 'ગોડફાધર'નામની ફિલ્મ બનાવી હતી.

આ આશ્ચર્યની વાત છે કે સૂચના અને પ્રસારણ મંત્રાલયે ફિરોજ નડિયાદવાલાને સહ નિર્માતા બનાવ્યા છે. આ ફિલ્મનુ બજેટ ઓછુ છે અને પીરિયડ ફિલ્મ બનાવવામાં ખૂબ ઘન ખર્ચ થાય છે. ફિરોજ વ્યવસાયિક નિર્માતા છે અને તેમનો બોલીવુડના કલાકારો સાથે સારો સંબંધ છે. કદાચ ફિરોજ ઓછી કિમંતમાં વધુ કલાકારોને રાજી કરી લે.

આ ફિલ્મમાં તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ અને નાના સાહેબ પેશવાએ આ લડાઈમાં જે યોગદાન આપ્યુ તે બતાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યુ છે કે તાત્યા ટોપેની ભૂમિકામાં અક્ષય કુમાર જોવા મળી શકે છે. જો કે આ વિષે અક્ષય સાથે વાતચીત નથી કરવામાં આવી.

અક્ષય આ પાત્ર ભજવવા રાજી થાય છે કે નહી, એ એક મોટો પ્રશ્ન છે. અક્ષયે હંમેશા પોતાની ઈમેજના મુજબ ફિલ્મ કરી છે અને આ પ્રકારની ફિલ્મો પ્રત્યે તેમણે કદી કોઈ રસ નથી બતાવ્યો.

રાણી લક્ષ્મીબાઈને પણ આ ફિલ્મમાં મહત્વ આપવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સુષ્મિતા સેન પણ રાણી લક્ષ્મીબાઈ પર પોતાની ફિલ્મ શરૂ કરવા જઈ રહી છે. તે રાણી લક્ષ્મીબાઈનુ પાત્ર ભજવવાની સાથે સાથે નિર્દેશન પણ કરશે. તેમણે આ અંગે ઘણી શોધ કરી છે. લક્ષ્મીબાઈ પર એશ્વર્યા રાયને લઈને કેતન મહેતા પણ ફિલ્મ બનાવવાના હતા, પણ તેઓ ફિલ્મની જાહેરાત સિવાય આગળ કશુ ન કરી શક્યા.
ઘણું બધુ
ગીત એક સુપરસ્ટાર બે
આઇટમ સોંગમાં તનુશ્રીના સ્થાને રાખી
આમિર અને આશુતોષ સામે વોરંટ - ભૂજ કોર્ટ
અમિતાભ વિરૂદ્ધ પોસ્ટર અભિયાન-મનસે
લતા અને એશ્વર્યાના પ્રશંસક પાકિસ્તાનના પ્રધાનમંત્રી
સલમાન માટે નવી હીરોઈનની શોધ