મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કરિનાને મેળવવા સૈફ-શાહિદ વચ્ચે ડાંસ શો
અક્ષેશ સાવલિયા
IFMIFM

મુંબઈ. કરીના કપૂર જેને ડિંગો બતાવીને આવી છે તે ભૂતપૂર્વ પ્રેમી શાહિદકપૂર અને જેની સાથે હાલ પ્રણયના ફાગ ખેલી રહી છે તે સૈફ અલીખાન એકસાથે કોઈ કાર્યક્રમ કરે તેવો વિચાર પણ કોઈને ન આવે પરંતુ આ તો બોલીવૂડ છે ભાઈ, કરીનાને સતત ટેન્શન આપે તેવી અશક્ય લાગતી ઘટના સત્ય બની છે, સૈફ અને શાહિદ સ્ટેજ શો માટે એકસાથે વિદેશયાત્રા કરવા અને સ્ટેજ ઉપર કાર્યક્રમ આપવા રાજી થઈ ગયા છે. આ વિદેશયાત્રા છે, અમિતાભ બચ્ચનની અનફર્ગેટેબલ નામની વર્લ્ડ ટૂર. આ બન્ને કલાકારો કરીનાને પટાવવા માટે જ એક સાથે સ્ટેજ શો માં જોડાઇ રહ્યા છે, લાગે છે એવું કે, કરીનાએ શરત મુકી હશે કે જે જીતે એની સાથે હું લગ્ન કરીશ..

મળતા અહેવાલો મુજબ સૈફ અને શાહિદ પરસ્પર કોઈ જાતના પૂર્વગ્રહ વિના એકબીજા સાથે કામ કરવા તૈયાર થઈ ગયા હોવાથી ટૂંકમાં જ તેમની વિદેશયાત્રા આરંભાશે. જુલાઈમાં બંને એકસાથે અમિતાભની મંડળીમાં જોડાઈને વિદેશયાત્રાએ ઉપડી જશે. તેઓ અમિતાભ, અભિષેક અને ઐશ્વર્યા બચ્ચન સાથે યુરોપ અને અમેરિકાના મહત્ત્વના બધાં જ શહેરોમાં કાર્યક્રમ આપશે.
NDN.D

ફિલ્મ રસિયાઓને થાય છે કે, સૈફ અલીખાનને તેની હાલની પ્રેમિકા કરીના કપૂરના પ્રથમ પ્રેમી શાહિદ માટે કોઈ તિરસ્કાર કે અણગમો ન હોય તે સ્વાભાવિક છે પરંતુ શાહિદ કપૂરને સૈફ માટે કોઈ અણગમો ન હોય તે નવાઈની વાત ગણાય પરંતુ બોલીવૂડના જાણકારો કહે છે કે, બંને ખૂબ જ વ્યવહારુ અને વ્યવસાયી છે, તેઓ પોતાના કારોબારમાં અંગત વાતોને લાવવા માગતા જ નથી.

એ બંનેને કોઈ જ વાંધો આવવાનો નથી પરંતુ વાંધો કરીનાને આવી રહ્યો હોવાનું કહેવાય છે. તેને આ બંનેનો સાથ બીવડાવી રહ્યો છે. ભૂતપૂર્વ પ્રેમી અને વર્તમાન પ્રેમી મળી જાય તો અનેક એવા રહસ્યો ખૂલી શકે જે કરીના કદી ખોલવા ન માગતી હોય.

એપ્રિલ ફૂલના ગ્રિટિંગ કાર્ડસ જોવા માટે અહીં ક્લિંક કરો..
ઘણું બધુ
અક્ષય કુમાર બનશે તાત્યા ટોપે !
ગીત એક સુપરસ્ટાર બે
આઇટમ સોંગમાં તનુશ્રીના સ્થાને રાખી
આમિર અને આશુતોષ સામે વોરંટ - ભૂજ કોર્ટ
અમિતાભ વિરૂદ્ધ પોસ્ટર અભિયાન-મનસે
લતા અને એશ્વર્યાના પ્રશંસક પાકિસ્તાનના પ્રધાનમંત્રી