અજય દેવગનને જન્મ દિવસની શુભકામનાઓ. 2 એપ્રિલ 1969ના રોજ આ દુનિયામાં આવેલ આજય આજે 39 વર્ષના થઈ ગયા છે. આઠ દિવસ પછી અજય દ્વારા નિર્દેશિત પહેલી ફિલ્મ 'યૂ મી ઔર હમ' રજૂ થવા જઈ રહી છે. 'ફૂલ ઔર કાંટે' (1991)થી અજયે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી અને ઘણી ફિલ્મોમાં પોતાનો ઉલ્લેખનીય અભિનયનો પરચો બતાવ્યો હતો. તેમના જન્મદિવસ નિમિત્તે આવો તેમની શ્રેષ્ઠ પાંચ ફિલ્મોની ચર્ચા કરીએ.
'યુ મી ઔર હમ' ની ફોટો ગેલેરી જોવા ક્લિક કરો.
ઓંકારા (2006) ઉત્તર ભારતની પુષ્ઠભૂમિ અને ગુંડાગર્દી પર આધારિત આ ફિલ્મમાં અજય દેવગને ઓંકારા નામના યુવકએને ભૂમિકા ભજવી હતી. કાયદો પોતાના હાથમાં લઈને ઓંકારા હત્યાઓ કરતો રહે છે. ફિલ્મમાં છેવટે માત્ર શંકાને આધારે ઓંકારા પોતાની નાજુક ફૂલ જેવી પોતાની પત્નીની હત્યા કરીને દર્શકોના નફરતનો ભોગ બની જાય છે. આ અજયની સફળતાનો એક નમૂનો છે.
|