મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કુવૈતમાં આજથી પ્રથમ ભારતીય ફિલ્મોત્સવ
IFMIFM

કુવૈત. કુવૈત ખાતે આજથી શરૂ થઈ રહેલ પહેલ વહેલા ભારતીય ફિલ્મોત્સવ પ્રસંગે ગત વર્ષે ધૂમ મચાવેલ યશ રાજ બેનરની અને શમિત અમિન દિગ્દર્શિત ફિલ્મ "ચક દે ઈન્ડિયા" સૌપ્રથમ બતાવવામાં આવશે. એટલે કે સમારંભની શરૂઆત જ ચક દે ઈન્ડિયા ફિલ્મથી થશે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી.

ફિલ્મોત્સવના આ ઉદ્ધાટન સમારંભમાં ચક દે ઈન્ડિયાની પાંચ હોકી પ્લેયરો પણ હાજર રહેશે જેમાં વિદ્યા માલવદે, શિલ્પા શુકલા, ચિત્રશી રાવત, આર્યા મેનન અને શુભી મહેતા શામેલ હશે. આ કલાકારો ભારતીય શાળાઓના બાળકો સાથે વાતચીત પણ કરશે.

ચક દે ઈન્ડિયા ઉપરાંત અન્ય બે બોલિવુડની હીટ ફિલ્મો વીરઝારા અને બ્લેક પણ અરેબિક ટાઈટલ સાથે ચાર દિવસના આ ફિલ્મોત્સવમાં બતાવવામાં આવશે. આ ફિલ્મોત્સવ કુવૈત નેશનલ સીનેમા કંપની સાથેની ભાગીદારીમાં આયોજીત કરવામાં આવ્યો છે.

અંત્રે નોંધનિય છે કે, કુવૈતના માહિતી વિભાગના મંત્રી શૈખ સબન ખાલેદ અલ હમાદ અલ સબાહ આ ફિલ્મોત્સવનું ઉદ્ઘાટન કરશે.
ઘણું બધુ
હેપી બર્થ-ડે અજય દેવગન
કરિનાને મેળવવા સૈફ-શાહિદ વચ્ચે ડાંસ શો
અક્ષય કુમાર બનશે તાત્યા ટોપે !
ગીત એક સુપરસ્ટાર બે
આઇટમ સોંગમાં તનુશ્રીના સ્થાને રાખી
આમિર અને આશુતોષ સામે વોરંટ - ભૂજ કોર્ટ