મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વિવેકની નવી શરૂઆત

IFM
'કંપની' જેવી ફિલ્મથી શાનદાર શરૂતાત કર્યા પછી વિવેક ઓબેરોયનુ કેરિયર લડખડાઈ ગયુ. આ સમયે વિવેક પોતાના સમયના અભિનેતાઓથી પાછળ ઘકેલાઈ ગયા છે, પણ વિવેકે હિમંત નથી હારી. તેઓ એકવાર ફરી નવેસરથી શરૂઆત કરવા જઈ રહ્યા છે.

તેઓ ડેલ ભગવાગર મિડિયા ગ્રુપ સાથે સંકળાઈ ગયા છે. આ ગ્રુપ વિવિકની ઈમેજને એકવાર ફરી સ્થાપિત કરવામાં તેમની મદદ કરશે અને મીડિયા સંબંધી બધી કામ સાચવશે.

ડેલનુ કહેવુ છે કે 'વિવેક આ સમયે પોતાનુ કેરિયરના મહત્વના સ્થાન પર છે, જ્યાં તેમણે કેટલીક સારી ભૂમિકાઓ નિભાવવા મળી રહી છે. અમારુ કામ વિવેકના સ્ટારડમની નવી ઉંચાઈઓ પર લઈ જવાનુ રહેશે.

વિવેકને હાલમાંજ કરણ જોહરની એક ફિલ્મ મળી છે, જેનુ નિર્દેશન રેનસિલ ડિસિલ્વા કરી રહી છે. આમાં વિવેકની સાથે સેફ અલી ખાન અને કરીના કપૂર છે. આ સિવાય પોપકોર્ન મોશન પિક્ચર્સ અને બાલાજી ટેલીફિલ્મ્સ ની 'મિશન ઈસ્તાંબુલ' પણ કરી રહી છે. અપૂર્વ લાખિયા નિર્દેશિત આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી, જાયદ ખાન અને શ્રેયા સરન છે.

વિવેક એક સારા અભિનેતા છે, આ વાત 'કંપની', 'સાથિયા', 'મસ્તી', 'યુવા', 'કાલ', 'ઓંકારા' અને 'શૂટઆઉટ એટ લોખંડવાલા' જેવી ફિલ્મોથી સિધ્ધ થઈ જાય છે. આ ફિલ્મોમાં વિવેકે વિવિધતાપૂર્ણ ભૂમિકાઓ ખૂબ જ કુશળતાથી ભજવી છે.

વિવેકને જ્યા એકબાજુ સમીક્ષકોની પ્રશંસા મળી, ત્યાં બીજી બાજુ આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સફળતા પણ મેળવી હતી.
ઘણું બધુ
કુવૈતમાં આજથી પ્રથમ ભારતીય ફિલ્મોત્સવ
હેપી બર્થ-ડે અજય દેવગન
કરિનાને મેળવવા સૈફ-શાહિદ વચ્ચે ડાંસ શો
અક્ષય કુમાર બનશે તાત્યા ટોપે !
ગીત એક સુપરસ્ટાર બે
આઇટમ સોંગમાં તનુશ્રીના સ્થાને રાખી