મિમોહ ચક્રવર્તીનો ડાંસ સલમાન ખાને જ્યારે પડદાં પર જોયો તો તેઓ મિથુન ચક્રવર્તીને બોલ્યા - ફાડ ડાલા, યે તો તૂફાન મચા દેગા' પ્રસંગ હતો મિમોહની પહેલી ફિલ્મ 'જિમી'ના સંગીતને રજૂ કરવાનો. 31 માર્ચના રોજ મુંબઈન ડી અલ્ટીમેટમાં આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ અવસરે મિમોહ હાજર નહોતા કારણકે થાઈલેંડમાં 'લૂટ' ફિલ્મનુ શૂંટિંગ કરી રહ્યા હતા, જ્યારે કે નિર્દેશક રાજ એન. સિપ્પી લંડનમાં છે.
સલમાન ખાનની હાજરીએ તેમની કમી નહી અનુભવવા નહી દીધી. મિથુને ભાવુક થઈને કહ્યુ - 'મિમોહ નથી તો શુ થઈ ગયુ, સલમાન તો છે અને એ પણ મારે માટે મિમોહ જેવો જ છે. જ્યારે હું ફિલ્મી દુનિયામાં સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે સલીમ સાહેબે મારી દરેક પગલે મદદ કરી હતી જેથી હું બોલીવુડમાં સ્થાયી થઈ શકુ. સલમાનને ફક્ત ફોન કરવાની વાર હતી અને તેઓ નક્કી કરેલા સમયે આવી ગયા. જેનાથી સાબિત થાય છે કે તેઓ મને કેટલા ચાહે છે.
હવે વારો સલમાનનો હતો. સલમાને કહ્યુ - જ્યારે હું 'લકી' ફિલ્મનુ શૂંટિંગ કરવા રશિયા ગયો હતો ત્યારે ત્યાના લોકોના મોઢે એક જ ગીત હતુ - જિમી જિમી જિમી....આજા આજા આજા... અને મને પૂરી આશા હતી કે મિમોહ પણ તે જ ઉંચાઈએ પહોંચશે.
આ પ્રસંગે મોડેલિંગની દુનિયાથી આવેલી વિવાના પણ હાજર હતી, જેણે આ ફિલ્મમાં મિમોહની નાયિકા બનવાની તક મળી છે. આનંદ રાજ આનંદે 'જિમી'માં સંગીત આપ્યુ અને ભપ્પી લહેરીએ પણ બે ગીત આ ફિલ્મ માટે બનાવ્યા છે.
|