'ધૂમ 2' માં એશ્વર્યા રાય અને ઋત્વિક રોશનની વચ્ચે ચુંબન દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યુ હતુ. ત્યારબાદ કહેવામાં આવ્યુ કે ઋત્વિક રોશનથી અભિષેક બચ્ચન નારાજ છે અને તેઓ નથી ઈચ્છતા કે એશ્વર્યા ભવિષ્યમાં ઋત્વિકની સાથે કામ કરે. તાજેતરમાં જ રજૂ થયેલી 'જોધા અકબર' ખૂબ જ પહેલા સાઈન કરવામાં આવી હતી.
આ બાબતે અભિષેકે ચુપ્પી તોડતા કહ્યુ કે તેમણે એશ્વર્યાનુ ઋત્વિકની સાથે કામ કરવા બદલ કદી કોઈ વાંધો નથી રહ્યો. તેમણે તો એશ્વર્યા અને ઋત્વિકની જોડી વધુ પસંદ છે.
અભિષેકના મુજબ તેમણે 'ધૂમ 2' અને 'જોધા અકબર' બંને ફિલ્મ જોઈ અને તેમણે પડદાં પર એશ અને ઋત્વિકની જોડી ખૂબ જ સારી લાગી. અભિષેક એ પતિદેવોમાંથી નથી કે જો પોતાની પત્નીના કામમાં દખલ કરે. તેમણે એ વાતથી કોઈ ફરક નથી પડતો કે એશ્વર્યા કયા અભિનેતા સાથે કામ કરે છે.
અભિષેકે ઘટાડ્યુ વજન
ખાવા-પીવાની બાબતે અભિષેકનુ પોતાના મન પર નિયંત્રણ નથી. આ કારણે તેમની કમરનુ માપ વધતુ રહે છે અને બિચારા નિર્માતા-નિર્દેશક પરેશાન થતા રહે છે.
અભિષેક હાલ કરણ-જોહરની ફિલ્મ 'દોસ્તાના'માં કામ કરી રહ્યા છે. ફિલ્મના નિર્દેશક તરુણ મનસુખાનીએ અભિષેક્ને વજન ઓછુ કરવા કહ્યુ છે કારણકે તેઓ ખૂબ જ જાડા લાગી રહ્યા હતા. અભિષેકે પોતાના નિર્દેશકની વાત ગંભીરતાથી લઈને વજન ઘટાડી નાખ્યુ છે.
લગ્નની પહેલી વર્ષગાંઠ
20 એપ્રિલના રોજ અભિષેક અને એશ્વર્યાના લગ્નને એક વર્ષ પુરૂ થઈ રહ્યુ છે. અભિષેક આ સમયે અમેરિકામાં શૂટિંગ કરી રહ્યા છે. આ પ્રસંગને શાનદાર રીતે ઉજવવા બચ્ચન પરિવાર અમેરિકા જવાનુ છે.
અમિતાભ બચ્ચન રજાઓ ગાળવા માંગે છે. જયા બચ્ચનની પણ નવ એપ્રિલે વર્ષગાંઠ છે. અમિતાભ, જયા નએ એશ્વર્યા અમેરિકા જશે અને ત્યાં અભિષેક પણ જોડાય જશે. આ પછી સમગ્ર બચ્ચન પરિવાર અમેરિકામાંજ લાંબી રજાઓ ગાળશે.
|