કિંગ ખાન શાહરૂખ ખૂબ જ વ્યસ્ત અભિનેતા છે. તેઓ ફિલ્મ બનાવે છે. સ્ટેજ શો કરે છે. જાહેરાતોમાં કામ કરે છે. ક્રિકેટ ટીમ પણ બનાવી લે છે. ટીવી પર પણ તેમનો શો આવવાનો છે.
આટલા વ્યસ્ત હોવા છતાં પણ તેઓ પોતાના બાળકોને ભણવામાં મદદ કરવાનો સમય કાઢી લે છે. તેમની પુત્રી સુહાના બીજામાં અને તેમનો પુત્ર આર્યન ચોથા ધોરણના વિદ્યાર્થી છે. જ્યારે કદી પણ તેમને કશુ સમજાતુ નથી તો તેઓ પોતાના પપ્પાની મદદ લે છે.
શાહરૂખ મોટાભાગે બાળકો સૂઈ ગયા પછી તેમની ચોપડીઓ જુએ છે જેથી તેમને બાળકો આગળ શરમ ન અનુભવવી પડે. પરીક્ષાના દિવસોમાં શાહરૂખ તેમણે રોજ ભણાવે છે. શાહરૂખના મુજબ તેમના બાળકો હજુ નાના છે તેથી તેઓ તેમને ભણાવી લે છે પણ જ્યારે તેઓ મોટા થઈને આગળના ધોરણમાં જશે ત્યારે શુ ખબર નહી તેઓ કેવી રીતે મદદ કરી શકશે ?
શાહરૂખનો ટીવી પર શો 'ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈ ? જલ્દી શરૂ થવા જઈ રહ્યો છે. આ હરીફાઈમાં પાંચમા ધોરણ સુધીના પ્રશ્નો પૂછવામાં આવશે.
|