સંજય છેલ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'માન ગયે મુગલ-એ-આઝમમાં મલ્લિકા શેરાવત, રાહુલ બોસ, પરેશ રાવલ અને કે.કે. મેનન મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ બધા કલાકાર મલ્લિકાના અભિનયને સાથે સાથે તેમના વ્યવ્હારથી પણ ખૂબ જ પ્રભાવિત છે.
મલ્લિકા પોતે તો બોલતી રહે છે, સાથે સાથે તે બધાને હસાવવાની કોશિશ પણ કરે છે. સેટ પર જ્યારે પણ સુસ્ત કે ટેંશનનુ વાતાવરણ રહે છે મલ્લિકા તરતજ જોક્સ સંભળાવીને બધાને હસાવી દે છે.
રાહુલ બોસની સાથે મલ્લિકાની આ બીજી ફિલ્મ છે. આ પહેલા બંને 'પ્યાર કે સાઈડ ઈફેક્ટસ'માં એકસાથે જોવા મળ્યા હતા. રાહુલને મજાકમાં મલ્લિકા કહે છે કે તેની લોકપ્રિયતામાં વધારો મલ્લિકાની સાથે કામ કરવાથી જ થયો છે અને રાહુલ આ વાતને હસતાં હસતાં સ્વીકારી લે છે.
નિર્દેશક સંજય છેલના મુજબ મલ્લિકાએ ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો છે. તાજેતરમાં મલ્લિકા અને રાહુલ બોસ પર એ જ ગીત ફિલ્માવામાં આવ્યુ જે 'મુગલ-એ-આજમ'માં દિલીપકુમાર અને મધુબાલા પર કરવામાં આવ્યુ હતુ. ગીતના બોલ છે 'પ્યાર કિયા તો ડરના ક્યા' આ ગીત સંજયને ખૂબ જ પસંદ છે.
'શોર્ય' ફિલ્મમાં પોતાના અભિનયને માટે પ્રશંસા પામેલા રાહુલ બોસ પણ 'માન ગયે મુગલ-એ-આઝમ' થી ખૂબ જ ખુશ છે. તેમના મુજબ તેમની પહેલી વ્યવસાયિક ફિલ્મ કહી શકાય છે જેમા, તેમણે ફાઈટિંગ પણ કરી છે.
|