મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મને હોટ સાંભળવું ગમતું નથી - કૈટરિના
PTIPTI

સલમાનની લાડલી અને પ્રિય કૈટરિના કૈફને કોઇ હોટ કહે તે ગમતુ નથી. જ્યારે બોલિવુડની સુંદરીઓને પોતાને હોટ કહેવડાવવા માટે મરી પડતી હોય છે. હાલમાં "નમસ્તે લંડન", "વેલકમ", "રેસ" જેવી ફિલ્મોથી ડંકો વગાડનાર કૈટરિનાના સિતારા આજકાલ જોરમાં છે. લોકો તેને બોલિવુડની સેક્સી અને હોટ અભિનેત્રી માને છે પરંતુ પોતાની આ ઈમેજથી કૈટરિના નાખુશ છે.

રેસ ફિલ્મમાં કૈટરિનાના "સેક્સી લેડી"ની આઈટમ સોંગે કમાલ કરી નાખ્યો છે. પરંતુ કૈટરિના કહે છે કે આ આઈટમ સોંગમાં પણ હું તો પૂરેપૂરા કપડામાં જ છું. આ ગીત સેક્સી ગીત જેવું છે જ નહી. રેસ ફિલ્મમાં ઓલ ટાઈમ સેક્સી અભિનેત્રી બિપાશા બસુ અને સમીરા રેડ્ડી પણ હતા. પણ ફિલ્મમાં તો સૌ કોઈનું ધ્યાન કેટરિના જ ખેંચી ગઈ હતી.
NDN.D

આટલું જ નહી પરંતુ સલમાન સાથેના પોતાના સંબંધો વિશે પણ કૈટરિના ખુબ જ ચૂપકીદી સેવી રહી છે. કૈટરિના કહે છે કે તે આ બાબતને ખુબ જ અંગત રાખવા માંગે છે. કૈટરિના સ્પષ્ટપણે કહે છે કે તેની ફિલ્મોની સફળતાના કારણે તેનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે. બિચારી કૈટરિના માટે એક મુશ્કેલીભર્યો પ્રશ્ન છે હિન્દી ભાષા. જો કે આમ છતાં કૈટરિના પોતાનું હિન્દી સુધારવાના ભરપૂર પ્રયત્નો કરી રહી છે. અને તેના આ પ્રયત્નોને સફળતા પણ મળવા લાગી છે.
ઘણું બધુ
વિવેક નિર્દોષ છે.
માની ગયા મલ્લિકા !
શાહરૂખ બાળકોને ભણાવે પણ છે
એશ્વર્યાના કામમાં કોઈ દખલ નહી - અભિષેક
સ્મૃતિ ફરીથી તુલસીના રૂપમાં-એકતા કપૂર
મિમોહ આવી રહ્યા છે મિથુનનુ સ્થાન લેવા.