મુંબઈ. રાજ ઠાકરેની પાર્ટીમા પોતાના વિરુધ્ધ ચલાવી રહેલા અભિયાનથી દુ:ખી બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને મંગળવારે કહ્યુ કે તેઓ મુંબઈમાં કોઈ બહારના વ્યક્તિ નથી અને તેઓ અહીંથી કશે જવાના નથી.
બચ્ચને કહ્યુ - હું આ શહેરને છોડીને કશે બીજે નથી જઈ રહ્યો. તેમણે હજાર બોટલો ફોડવા દો. તેમણે મારુ પૂતળુ બાળવા દો અને મારા ઘરની સામે માર્ચ કરવા દો.
બચ્ચને શહેરમાંથી નીકળનારા એક ટેબલાયડને કહ્યુ - તેમણે મારી ફિલ્મોના પોસ્ટર્સ પર શાહી લીંપવા દો અને મારી ફિલ્મોનુ પ્રદર્શન રોકવા દો. તેમને મારા પર દંડો, પત્થર અથવા તેમની પાસે જે હોય તે હથિયાર હોય તેનાથી હુમલો કરવા દો.
એક ફિલ્મની શૂંટિંગને માટે વિદેશ જતા પહેલા સુપરસ્ટારે કહ્યુ કે તેમણે પ્રિંટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં મને ગાળો આપવા દો. તેમને મને ખોટા આક્ષેપોમાં ફસાવવા દો પણ હું અહીંથી નહી જઉં.
તેમણે કહ્યુ કે મુંબઈ છોડવા માટે અને અંતરાત્માને બદલવા માટે કોઈ તેમના પર દબાણ નથી કરી શકતુ. બચ્ચન પોતાની સામાજિક પ્રતિષ્ઠા પર હુમલો કરવા માટે અને પોતાને બાહરની વ્યક્તિ ગણાવવા પર ભાવુક થઈ ગયા. તેમણે કહ્યુ કે તેમણે પોતાના જીવનનો મોટાભાગનો સમય અહીં વિતાવ્યો છે.
બચ્ચને કહ્યુ કે હું કોઈ બહારનો વ્યક્તિ નથી. આ ભૂમિ ઠીક એ જ પ્રકારે મારી ભૂમિ છે, જેવી કે અમારા દેશના અન્ય નાગરિકોની છે. હું 1968માં મુંબઈ આવ્યો હતો. મને અહીં આવવા માટે કોઈ વીઝાની જરૂર નથે પડી.
|