અંગ પ્રદર્શનમાં ઉદાર અને વોલપેપર ક્વીનના નામે ઓળખાતી શેર્લિન ચોપડાને બોલીવુડના પ્રતિષ્ઠિત બેનર યશરાજ ફિલ્મ્સએ પોતાની આવનારી ફિલ્મના માટે સાઈન કરી છે. આ ફિલ્મનુ નિર્દેશન અનુરાગ સિંહ કરશે, જેમણે 'રકીબ' નામની ફિલ્મ બનાવી હતી.
ત્રિકોણ પ્રેમ કથા પર આધારિત આ ફિલ્મમા શાહિદ કપૂર અને રાણી મુખર્જી મુખ્ય કલાકાર છે. શક્યતા છે કે ત્રીજા કોણના રૂપમં શેર્લિનને લીધી છે. શેર્લિન પોતાની ભૂમિકા વિશે વધુ કશુ બતાવવા નથી માંગતી.
ટાઈમ પાસ', 'નોટી બોય' જેવી સી ગ્રેડની ફિલ્મોમાં અભિનય કરનારી શેર્લિનને વિનોદ પાંડેની 'રેડ સ્વાસ્તિક'ને લઈને ખૂબ જ આશા બાંધી હતી, પણ આ ફિલ્મ ફ્લોપ થઈ.
આ ફિલ્મમાં શેર્લિને મન મૂકીને અંગ પ્રદર્શન કર્યુ હતુ. યશ ચોપડાએ આ ફિલ્મ જોઈ હતી અને શેર્લિનના તેમણે વખાણ પણ કર્યા. તેમણે શેર્લિનનુ ભવિષ્ય ઉજ્જવળ લાગ્યુ. તેમણે શેર્લિનનો મ્યૂઝિક આલ્બમ પણ રજૂ કર્યો હતો.
'રેડ સ્વાસ્તિક' ફ્લોપ થયા પછી શેર્લિનને ઘણા પ્રસ્તાવ મળ્યા હતા પણ તે એક મોટા બ્રેકની રાહ જોઈ રહી હતી. તે એવી ભૂમિકાની શોધમાં હતી જે તેની પ્રતિભાની સાથે ન્યાય કરી શકે. કદાચ હવે શેર્લિનનુ કેરિયર સાચી દિશામાં આગળ વધશે.
|