ફિલ્મ 'વિવાહ' દ્વારા ચર્ચામાં આવેલી અમૃતા રાવની છબિ પહેલા ઘરેલુ છોકરી જેવી હતી, કારણકે 'વિવાહ' ફિલ્મમાં તેમણે કપડાં જ એવી રીતે પહેર્યા હતા. એક છબિ બની ગયા પછી અમૃતાને ખાસ ફિલ્મો નહોતી મળી રહી. ફિલ્મ માય નેમ ઈઝ એંથોની ગોજાલ્વિસ'ના માધ્યમથી અમૃતાએ પોતાની છબિને બદલી છે.
તાજેતરમાં તેમણે રોક બેંડ જલ માટે એક મ્યુઝીક વીડિયોમાં ભાગ લીધો અને આમાં પણ તે વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી. અમૃતાને વેસ્ટર્ન આઉટફીટમાં જોયા પછી ઘણા લોકોએ તેમના વખાણ પણ કર્યા. અમૃતા એ જ ઈચ્છતી હતી કે તેમની અલગ છબિ બને, જે વધુ ગ્લેમરસ હોય.
|