થોડાક વર્ષો પહેલા નાના પડદા પર બતાવવામાં આવતો કાર્યક્રમ 'ફિયર ફેક્ટર' ફરી શરૂ થવા જઈ રહ્યો છે, જેનુ સંચાલન આ વખતે અક્ષય કુમાર કરશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે બોલીવુડની કેટલીક અભિનેત્રીઓ સાથે સંપર્ક સાધવામાં આવ્યો જેમા સેલિના જેટલીનો પણ સમાવેશ થાય છે.
સેલિના ખૂબ જ વ્યસ્ત છે અને તે એક હોલીવુડની ફિલ્મ પણ કરવાની છે, (જેમાં એવી શરત મૂકવામાં આવી છે કે તે કોઈ પણ રિયાલીટી શો માં ભાગ નહી લે) તેથી તેણે આ કાર્યક્રમમાં ભાગ લેવાની ના પાડી દીધી.
આમ છતાં એડેમોલ નામની કંપનીએ સેલિના સાથે સંપર્ક કરવાનુ ચાલુ રાખ્યુ અને વારેઘડીએ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કહ્યુ.
સેલિનાના મુજબ આ કંપનીના એક કર્મચારી આનંદે તેમના પર કાર્યક્રમમાં ભાગ લેવા માટે દબાણ કર્યુ. ઘણા એસએમએસ કર્યા અને ફૂલ તેમજ શેમ્પેઈનની બોટલો મોકલી. સાથે સાથે આ વ્યક્તિએ સેલિનાને કહ્યુ કે તે તેમનો બિઝનેસ મેનેજર બનવા માંગે છે. આ કંપનીએ એ પણ પ્રચાર કર્યો કે સેલિના તેમના 'ફિયર ફેક્ટર'માં ભાગ લઈ રહી છે.
સેલિનાને આ બધુ જોઈને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે કંપનીને નોટિસ મોકલી છે, જેમા તેમણે માનસિક રૂપે પ્રતાડિત કરવાનો આક્ષેપ મૂક્યો છે અને માફી માંગવા કહ્યુ છે.
|