મુંબઇ. આજથી 37 વર્ષ પહેલા અમિતાભજી અને શત્રુધ્ન સિન્હાએ એક ફિલ્મ સાઈન કરી હતી જે ઘણા વર્ષો બાદ રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ છે ''યાર મેરી જીંદગી''. આ બન્ને કલાકારોની યાદગાર અને હિટ ફિલ્મ દોસ્તાના તો બધાને યાદ હશે જ. જેમાં અમિતાભ બચ્ચન અને શત્રુધ્ન સિન્હાનો યાદગાર અભિનય જોવા મળ્યો હતો.
''યાર મેરી જીંદગી'' ફિલ્મ કોઇ આજની નથી, પરંતુ તેનું શુટિંગ 1971માં શરૂ થયુ હતું અને પુરૂ 1994માં થયું હતું, પરંતુ કાનૂની પળોઝણના કારણે ફિલ્મનું અટવાઇ ગઇ હતી. 3 ફાઈનાન્સરો પણ બદલાઈ ગયા બાદ આખરે ફિલ્મ 1994માં પૂરી થઈ. હવે આટલા લાંબા ગાળા બાદ આ ફિલ્મ હવે રજૂઆત માટે તૈયાર થઈ છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, 1971ની આ વાર્તાને અત્યારના દર્શકો પસંદ કરશે?. આ બાબતે ફાઈનાન્સર અશોક મિશ્રા જણાવે છે કે, આ ફિલ્મમાં બે મિત્રોની વાર્તા છે. એક જમીનદાર છે અને બીજો ડોક્ટર. ફિલ્મમાં બન્નેના અહમની ટક્કર અંગે દર્શાવવામાં આવ્યું છે. જે લોકો અમિતાભ અને શત્રુધ્નને સાથે જોવા ઈચ્છતા હશે તેઓ ફિલ્મ જોવા જરૂર આવશે. ફિલ્મની રીલીઝ બાબતે મિશ્રા કહે છે કે ફિલ્મની નેગેટિવ યોગ્ય શેપમાં ન હોવાથઈ અમે માત્ર 45 પ્રીન્ટ જ મેળવી શક્યા હતાં. ફિલ્મને સીંગલ સ્ક્રીન થેયેટરોમાં રજૂ કરવામાં આવશે અને તેના સેટેલાઈટ હકો તો વેચાઈ પણ ગયા છે. આ ફિલ્મમાં સંગત આર.ડી.બર્મનનું છે. 80ના દાયકામાં બન્નેની નસીબ, શાન, દોસ્તાના જેવી ફિલ્મો આવી ત્યારબાદ તેઓ આગળ વધી ગયા હતાં. છેલ્લે દોસ્તાના બાદ તેઓ કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યાં નહતાં. છેલ્લે જણાવી દઈએ કે આ ફિલ્મ જ્યારે અમિતાભ અને શત્રુધ્નએ સાઈન કરી હતી ત્યારે તેઓ મોટા સ્ટાર નહતા.
|