મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એશ્વર્યા છોડી રહી છે 'રોબોટ'

IFM
'રોબોટ' ફિલ્મ બનવાની શરૂ થતા પહેલા જ તેના પર મુસીબતો આવી રહી છે. આ ફિલ્મના નિર્દેશક શંકર પહેલા આને બોલીવુડના સ્ટાર શાહરૂખ ખાનને લઈને બનાવવાના હતા. શાહરૂખે આ ફિલ્મની તારીખો પણ આપી દીધી હતી. બધુ નક્કી થઈ ગયુ હતુ. અચાનક શાહરૂખ અને શંકરમાં ફિલ્મને લઈને વિચારોનો મતભેદ થઈ ગયો અને બંનેયે જુદા થઈ જવાનુ યોગ્ય લાગ્યુ.

શંકરે પછી આ આ ફિલ્મમાં કામ કરવા માટે રજનીકાંતને પણ રાજી કરી લીધો. નાયિકાને લઈને થોડી સમસ્યા ઉભી થઈ ગઈ હતી. એશ્વર્યા અને દીપિકા પાદુકોણમાંથી તેઓ કોણે લે અને કોણે ન લે, એ અંગે નિર્ણય નહોતા લઈ શકતા. છેવટે તેમણે એશ્વર્યાને પસંદ કરી.

પછી તેમણે ખબર પડી કે એશ્વર્યા માં બનવા માંગે છે અને આ ફિલ્મ છોડવા માંગે છે, પણ એશે આ વાતને નકારી હતી. એક વાર ફરી એવા સમાચાર આવ્યા કે એશ ફિલ્મથી અલગ થઈ રહી છે. ફિલ્મને બનવામાં લાગતો સમય આનુ કારણ માનવામાં આવી રહ્યુ છે.

શંકરે હમણા સુધી આનુ શૂંટિંગ શરૂ નથી કર્યુ અને તે એશ પાસે બે વર્ષનો સમય માંગી રહ્યા છે. એશ આટલો સમય આપવાના પક્ષમાં નથી અને શક્યતા છે કે તેમણે ફિલ્મને છોડવાનુ નક્કી કરી લીધુ છે.
ઘણું બધુ
બિચારો મિમોહ
અમિતાભ અને શત્રુધ્નની એક નવી ફિલ્મ
સેલિના જોડે માફી માંગો
શુ રાણી એશની બરાબરી કરી રહી છે ?
અમૃતા હવે ગ્લેમરના સહારે
યશરાજની ફિલ્મમાં શેર્લિન