રાકેશ રોશનની ચર્ચિત ફિલ્મ 'ક્રેજી 4' અને અજય દેવગનની પહેલી નિર્દેશિત ફિલ્મ 'યૂ મી ઔર હમ' બંનેને શુક્રવારે બોક્સ ઓફિસ પર ખૂબ જ સારી શરૂઆત મળી.
'ક્રેજી 4' ને શાહરૂખ અને ઋત્વિક રોશન જેવા કલાકારોના આભારી હોવા જોઈએ જેમની હાજરીએ ફિલ્મને બોક્સ ઓફિસ પર ખૂબ જ સારી શરૂઆત આપવામાં મદદ કરી.
હકીકત એ છે કે સિનેપ્રેમીઓને પહેલા અઠવાડિયામાં નવી બ્લાકબસ્ટરને જોવાનુ ચૂકવુ નહી પડે. 'ક્રેજી 4' માં એક જ ધુન પર શાહરૂખ અને ઋત્વિકનો ડાંસ અને 'યુ મી ઔર હમ'માં કાજોલનો ધમાકેદાર અભિનય જોવા માટે દર્શકોની અપાર ભીડ ખેંચાઈને આવી રહી છે.
ટ્રેડ સમીક્ષકોનુ કહેવુ છે કે 'ક્રેજી 4' ના એક ગીતની ધુન ચોરીની હોવાનો આરોપને કારણે તે અઠવાડિયાથી વધુ સમય સુધી ચર્ચામા રહ્યા પછી આજે સિનેમાઘર ખીચોખીચ ભરેલા હતા. દર્શક અહીં શાહરૂખ અને ઋત્વિકને જોવા માટે આવ્યા હતા.
ટ્રેડ સમીક્ષકોનુ કહેવુ છે કે શાહરૂખ અને ઋત્વિકનુ આઈટમ ગીત ખૂબ જ સારી રીતે ચાલી પડ્યુ છે અને અરશદ વારસી, રાજપાલ યાદવ, સુરેશ મેનન અને ઈમરાન ખાનનો શ્રેષ્ઠ અભિનય વાર્તાને આગળ વધારવામાં મદદ કરે છે.
|