રતલામ. મુંબઈમાં યોજાયેલી ફેમિના મિસ ઈંડિયા કોંટેસ્ટ 2008માં શુક્રવારે નવો વળાંક આવ્યો. આમાં ચોથા સ્થાન પર રહેલી રતલામની તન્વી વ્યાસને મિસ ઈંડિયા અર્થ તરીકે પસંદ કરવામાં આવી. પહેલા મિસ ઈંડિયા અર્થ તરીકે પસંદ થયેલી હર્ષિતા સક્સેનાને એક કંપની સાથે કરાર હોવાને કારણે ખિતાબ પાછો કરવો પડ્યો. રતલામની રહેવાસી તન્વીએ વડોદરામાં રહીને આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ગયા અઠવાડિયે મુંબઈમાં સંપન્ન થયેલા ફાઈનલ રાઉંડમાં ચોથા સ્થાન પર રહી હતી. મિસ ઈંડિયા અર્થનો ખિતાબ જીતનારી હર્ષિતાએ આ કોંટેસ્ટમાં ગ્લેડરેગ્સ સાથે કરાર હોવાની વાતને છુપાવી હતી. આ કંપનીએ જ્યારે તેને ખિતાબ આપવા પર આપત્તિ બતાવી તો તેણે શુક્રવારે પોતાનો ખિતાબ પાછો કર્યો. ત્યારબાદ ફેમિનાએ ચોથુ સ્થાન મેળવનાર તન્વીને ખિતાબ આપવાની જાહેરાત કરવામાં આવી.
ખુશીઓ છવાઈ ગઈ. તન્વીને તાજ મળવાની સૂચના મળતાજ તેના પૈતૃક નિવાસસ્થાને ખુશીઓ છવાઈ ગઈ. દાદા શ્રી દયાશંકર વ્યાસ, દાદી શ્રીમતી પદમા વ્યાસ સહિત આખા કુંટુંબનો હર્ષ સમાતો નહોતો. તેમણે કહ્યુ કે તન્વી જ તાજ મેળવવાની સાચી હકદાર હતી. તન્વીના પિતા ડો. જ્યોતિ વ્યાસે કહ્યુ કે આ સમાચાર જાણીને હું દુનિયાનો સૌથી વધુ નસીબદાર પિતા હોવાનો અનુભવ કરુ છુ.
|