કલકત્તામાં થનારી આયપીએલ મેચો માટે શાહરૂખ ખાને ટિકિટ દર જાહેર કરી દીધા છે. કલકત્તાવાસીઓને ધ્યાનમાં રાખતા તેમણે 100 રૂપિયાથી લઈને સાડા પાંચ હજાર રૂપિયા સુધીની ટિકિટ મૂકી છે.
ફક્ત ઉંચા ટિકિટ દરોને કારણે કોઈ ક્રિકેટ પ્રેમી મેચ જોવાથી વંચિત ન રહી જાય તેથી કિંગ ખાને ટિકિટ દર સસ્તા પણ રાખ્યા છે. દરેક હજારમી ટિકિટ શાહરૂખ પોતાના હાથથી આપે છે.
શાહરૂખને આશા છે કે કોલકત્તાવાસી પોતાની ટીમનુ સમર્થન કરવા માટે સ્ટેડિયમમાં હંમેશાની જેમ ઉમટી પડશે. ઈડન ગાર્ડન સ્ટેડિયમ દુનિયાની શ્રેષ્ઠ અને મોટા સ્ટેડિયમોમાંથી એક છે. આ મેદાનનો ઈતિહાસ ખૂબ જ જુનો છે અને અહીંયા ઘણી એતિહાસિક મેચો રમાઈ છે.
કલકત્તામાં રમાનારી દરેક મેચને માટે શાહરૂખ બોલીવુડથી એક સેલિબ્રિટી ગેસ્ટ બોલાવવાનો વિચાર કરી રહ્યા છે. ટીમના ખેલાડીઓ જેવી એક ટી-શર્ટ શાહરૂખે પોતાને માટે પણ બનાવી છે.
12 નંબરની આ ટી-શર્ટ પર ખાન લખેલુ છે. જો શાહરૂખને પરવાનગી મળશે તો તે મેચની વચ્ચે મેદાન પર પણ જોવા મળશે. કિંગ ખાન પર આ સમયે એક જ જનૂન છવાયેલો છે કે કોઈ પણ રીતે પોતાની ટીમને વિજેતા બનાવવી છે.
|