એક મુલાકાતમાં અબ્બાસ મસ્તાને કહ્યુ હતુ કે અક્ષય ખન્ના તેમના પુત્ર સમાન છે. એક હીરોના રૂપમાં અક્ષયની માર્કેટ વેલ્યુ કદીપણ વધુ રહી નથી, તેમ છતાં અબ્બાસ-મસ્તાન પોતાની ફિલ્મોમાં અક્ષયને લેતા રહ્યા છે. આટલુ જ નહી તેમણે પોતાની ફિલ્મોમાં અક્ષયને માટે સશક્ત ભૂમિકાઓ લખાવી. હમરાજ, રેસ, 36 ચાયના ટાઉન, નકાબ જેવી ફિલ્મોમાં અક્ષય જોવા મળ્યા.
નિર્દેશક બની-બનીને કંટાળી ગયેલા અબ્બાસ-મસ્તાન હવે નિર્માતા બની ગયા છે અને તેમની ફિલ્મોનુ નિર્દેશન કોઈ બીજા કરશે. કેટલી નવાઈની વાત છે ને કે આ બંને ભાઈ કોઈ બીજા નિર્માતાની ફિલ્મ નિર્દેશિત કરશે અને તેમની ફિલ્મ કોઈ બીજા કરશે.
નિર્માતાના રૂપમાં પોતાની પહેલી ફિલ્મમાં હીરોની ભૂમિકાને માટે તેમણે પોતાના પ્રિય હીરો અક્ષય ખન્નાને પસંદ કર્યો. વાત જ્યારે મહેનતાણાની આવી તો અક્ષયે 6 કરોડ રૂપિયા માંગ્યા.
અક્ષયની આ પ્રાઈસ તેમની માર્કેટ પ્રાઈસથી વધુ છે. અક્ષય પર હદથી વધુ ભરોસા કરનારા અબ્બાસ-મસ્તાનને આ આશા નહોતી કે અક્ષય તેમની પાસે આટલી વધુ રકમ માંગશે.
તેમણે અક્ષયને આ વિશે કહ્યુ તો અક્ષયે ખૂબ જ માસુમિયતથી જવાબ આપ્યો કે તે પોતાની કિમંત ઓછી કરવા માટે તૈયાર છે પણ એ શર્તે કે ફિલ્મ અબ્બાસ-મસ્તાન નિર્દેશિત કરે. જો કોઈ બીજો નિર્દેશક ફિલ્મ નિર્દેશિત કરશે તો તેમણે 6 કરોડ રૂપિયા આપવા પડશે.
અક્ષયના આ વ્યવ્હારથી નવાઈ પામેલા અબ્બાસ-મસ્તાને અક્ષયને લેવાનો વિચાર મગજમાંથી કાઢી નાખ્યો અને બીજા હીરોને લઈ લીધો.
|