મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હું 20 કલાક કામ કરતો મજૂર છું - શાહરૂખ
શાહરૂખ ખાનની વિશેષ મુલાકાતમાં જાણવા મળ્યું કે, તેઓમાં એક સામાન્ય માણસની પ્રતિમા છૂપાયેલી છે.
PTI

શાહરૂખ ખાન, એક એવી વ્યક્તિ છે કે જેઓને દેશ-વિદેશના લોકો ખૂબ સારી રીતે ઓળખે છે. અને જેઓ નથી જાણતા તેઓ પણ હવે શાહરૂખનો નવો કાર્યક્રમ ''આપ પાઁચવી પાસ સે તેજ હો'' પછી જાણી જશે. શાહરૂખ ખાનની વિશેષ મુલાકાતમાં જાણવા મળ્યું કે, તેઓમાં એક સામાન્ય માણસની પ્રતિમા છૂપાયેલી છે.

શાહરૂખ ખાન કહે છે કે, લક્ષ્ય ટૂંકુ નહીં હોવું જોઇએ, નહીં તો તમે એક હદથી આગળ નહીં વધી શકો. ભલે હું ખૂબ મોટી સંપતિના માલિક હોય, પરંતુ તેઓ કહે છે કે, હું મજૂર વર્ગનો સામાન્ય માણસ છું. તેઓનું માનવું છે કે, તેઓને ફિલ્મોમાંથી ખૂબજ શિખ મળી છે. તેઓ કહે છે કે, જો હું આજે ફિલ્મ કલાકાર ન હોત તો એક શિક્ષક હોત.

પ્રશ્ન - આઇપીએલ, ફિલ્મો અને ટીવીના રિયાલિટી શોમાં તમે સમયને કેવી રીતે ફાળવો છો ?
જવાબ - ટીવી માટે હું 6 કલાક, આઇપીએલ માટે 4 કલાક, ફિલ્મો માટે 10 કલાક અને આરામ કરવા માટે હું ફકત 4 ક્લાક જ ફાળવી શકું છું. જ્યારે જે દિવસે 10 ક્લાકનું જ કામ હોય ત્યારે મને લાગે છે કે, અડધો દિવસ બેકાર ગયો. 20 કલાક કામ કરીને મને લાગે છે કે, હું એક મજૂર છું. ક્યારેક હાથની રેખા જોતા લાગે છે કે, મજૂરના હાથ છે અને પગ પણ એવા જ છે.

આઇપીએલનું કામકાજ ક્યાંથી થાય છે ?
જવાબ - અહીં મારા ઘરથી જ. આઇપીએલની મિટિંગ પણ ઘરે જ કરૂ છું. રચનાત્મક કાર્ય પણ ઘરે જ કરૂ છું. જ્યારે કાંઇ કામ ના હોય ત્યારે હું લેપટોપ પર બેસીને કામ કરૂ છું.

ખૂબજ લોકો તમને ભેંટ સોગાતો આપતા રહે છે તેનું આપ શું કરો છો ?
- આ મારૂ ભાગ્ય છે. મન્નત(શાહરૂખના બંગલાનું નામ)માં એક લાઇબ્રેરી છે અને ગોરી (શાહરૂખની પત્નિ) આ તમામ ભેંટ-સોગાતોને તેમાં સુરક્ષિત રાખે છે. હું તમામ ભેંટોને ઘરે લાવું છું.

બાળકો માટેનો શો''પાઁચવી પાસ..." દ્વારા તમે ટીવી પર ઇતિહાસ રચવા જાવ છો?
- નહીં, જ્યારે મે ફોજી થી શરૂઆત કરી હતી, ત્યારે મે મારી જાતને એવા વિચારમાં નો તો બાંધી લીધો કે, આ જ બધુ છે. જો તમે તમારૂ લક્ષ્ય ટુંકુ કરો તો હું નથી માનતો કે તમે કોઇ એક ચોક્ક્સ બોર્ડરથી આગળ વધી શકો. વાંચવામાં મને ખૂબજ આંનદ મળે છે.

પાઁચવી પાસ..માં 5 કરોડની રકમ સિવાય અન્ય નવું શું છે ?
- કેબીસીમાં જે કાઇ કર્યું છે, તેને રિપીટ નથી કરવા માંગતો. પુરસ્કાર થી લઇને ઘણું બધું અલગ છે. કેબીસીમાં હંમેશા એક તરફનું પરિણામ હતું. કેબીસીમાં હતું કે, ઉમેદવાર જવાબ જાણે છે અથવા નથી જાણતો. પરંતુ પાઁચમી પાસ..માં તમને એવું જ લાગે છે કે, આપ જવાબ જાણો જ છો. પરંતુ કહેવામાં તમને તકલીફ થશે. રમતની આજ સરળતા તમને મુશ્કેલીમાં મુકી દેશે.

શું તમે ટેલીવિજન પર આવતા રહેશો ?
- કેમ નહીં ? જો કોઇ મારી પાસે સારી યોજના લઇને આવે તો તે મને ઉતેજીત કરે છે અને જો મારી પાસે સમય હશે તો હું ચોક્ક્સ પણે ટીવીના કાર્યક્રમોમાં કામ કરતો રહીશ.

બાઇ બાઇ..
ઘણું બધુ
ક્રેજી 4 : વધુ એક વિવાદમાં
અક્ષયની સિક્સર
લારા દત્તા તૈયાર
લગ્નના મૂડમાં સલમાન
12 નંબરી ખાન
રતલામની તન્વી બની ફેમિના મિસ ઇ.અર્થ