આમિર ખાન ગમે ત્યારે સામાજિક કાર્યોમાં પોતાને જોડીને ચર્ચાનુ કેન્દ્ર બની જાય છે. તેઓ પોતાની જાતને સોશ્યલ એક્ટિવિસ્ટ તો નથી માનતા, પણ પર્યાવરણના પ્રત્યે જાગૃત રહેવાની અપીલ જરૂર કરે છે. ગરમીના દિવસોમાં માફિયા એક એક ડોલ પાણી પાઁચ થી દસ રૂપિયામાં વેચે છે.
ગરીબ લોકો રોજ વીસ થી ત્રીસ રૂપિયાનુ પાણી ખરીદીને પોતાનુ રોજનું કામ કરે છે. આમિરે સૌને એક સારી સલાહ આપી છે કે રોજ દરેક કુંટુબ એક ડોલ પાણીનો ઉપયોગ ઓછો કરે. તેનાથી પૈસા પણ બચશે અને પાણી પણ. તેમના મુજબ આપણે બેદરકાર હોવાને બદલે સાવધાન રહેવુ જોઈએ.
|