'ટશન' પછી યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત એક અનામ ફિલ્મ રજૂ થશે જેનુ નિર્દેશન કુણાલ કોહલીએ કર્યુ છે. કુણાલે આ બેનરને માટે 'મુજસે દોસ્તી કરોગે', 'હમ તુમ' અને 'ફના' જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે.
યશરાજ ફિલ્મસની યોજના છે કે 'ટશન'ની સાથે આ ફિલ્મનો પ્રોમો બતાવવામાં આવે, પણ ફિલ્મનુ નામ અત્યાર સુધી ફાઈનલ થયુ નથી. આ કારણે જ બધુ કામ બાકી પડ્યુ છે.
ફિલ્મની પટકથા તૈયાર થઈ હતી, ત્યારે વિચારવામાં આવ્યુ હતુ કે શૂંટિંગ થતા સુધી આનુ નામ નક્કી કરી લેવામાં આવશે, પણ ટ્રેલર તૈયાર થતા સુધીમાં આ ફિલ્મનુ નામ નહોતુ નક્કી થયુ. આ ફિલ્મન ફક્ત કુણાલ કોહલીની ફિલ્મ ના નામે ઓળખવામાં આવે છે.
નામની આ શોધ ફ્ક્ત કુણાલ કોહલી જ નથી કરી રહ્યા, પણ ફિલ્મના મુખ્ય કલાકાર સેફ અલી ખાન, રાણી મુખર્જી અને યુનિટના સભ્યો પણ દિવસ-રાત નામ વિચારી રહ્યા છે.
વિશાલ ભારદ્વાજે પણ કાંઈક આવી જ પરિસ્થિતિનો સામનો કર્યો હતો, જ્યારે તેમને 'ઓંકારા' ને માટે નામ નહોતુ મળી રહ્યુ. તેમણે ત્રણ નામનો વિકલ્પ આપીને જનતાને ફિલ્મનુ નામ પસંદ કરવા માટે કહ્યુ હતુ. આવી જ રીતે 'જબ વી મેટ'નુ નામ પણ પસંદ કરવામાં આવ્યુ હતુ.
કુણાલ કોહલીની ફિલ્મ 27 જૂનના રોજ રજૂ થવાની છે. આ ફિલ્મની વાર્તા સેફ અલી ખાન, રાણી મુખર્જી અને 4 બાળકોની આસપાસ ફરે છે. ભગવાને પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે. રોમાંસ, કોમેડી, ડ્રામા, અને કલ્પના જેવા તત્વોનો આ ફિલ્મમાં સમાવેશ થાય છે.
ફિલ્મના પ્રચારનો સમય નજીક આવી ગયો છે, આશા છે કે બે-ત્રણ દિવસમાં આ ફિલ્મનુ નામ કરણ થઈ જશે.
|