બપ્પી લહેરી ક્યાં પણ સ્ટેજ પર કાર્યક્રમ આપતા હોય પોતાનુ પ્રખ્યાત ગીત 'બમ્બઈસે આયા મેરા દોસ્ત' જરૂર સંભળાવે છે. આ ગીત 1977મા રજૂ થયેલી ફિલ્મ 'આપ કી ખાતિર'નુ છે, જેમાં વિનોદ ખન્ના અને રેખાએ પાત્ર ભજવ્યુ હતુ. આ ગીતની ધુન બનાવવાની સાથે સાથે બપ્પીએ પોતાની અવાજમાં આ ગીત ગાયુ પણ હતુ.
લાગે છે કે આ ગીત નિર્દેશક નિખિલ અડવાણીને ખૂબ જ પસંદ છે. તેમણે આ ગીત પોતાની આવનારી ફિલ્મ 'ચાઁદની ચોક ટૂ ચાયના ટાઉન'માં મૂક્યુ છે. બપ્પી લહેરીએ નવેસરથી આ ગીતને ગાયુ અને ધુન બનાવી છે.
ડબલ રોલમાં દીપિકા
પોતાની પહેલી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં દીપિકા ડબલ રોલમાં જોવા મળી હતી. ધણા દિવસોથી એવુ સાંભળવામાં આવી રહ્યુ છે કે નિખિલની ફિલ્મ 'ચાદની ચોક ટૂ ચાયના ટાઉન'માં પણ તે ડબલ રોલમાં જોવા મળશે. આ વાતની નિખિલે પણ સહેમતિ આપી છે. ફિલ્મમાં દીપિકાના હીરો અક્ષય કુમાર છે. દીપિકાની આ ફિલ્મ 'બચના એ હસીનો' પછી રજૂ થશે.
|