તાજેતરમાં જ રજૂ થયેલી ફિલ્મ 'ક્રેજી 4'માં શાહરખ એક આઈટમ ગીતમાં જોવા મળ્યા હતા. ઋત્વિક અને રાકેશ સાથેના સંબંધોને કારણે તેમણે આ ગીતને કર્યુ. તેમના નૃત્ય અને ગીતને તેમના પ્રશંસકોએ ખૂબ જ પસંદ કર્યુ. એકવાર ફરી કિંગ ખાન આઈટમ ગીતમાં જોવા મળશે.
એવા સમાચાર છે કે તેમના ખાસ મિત્ર કરણ જોહરની ફિલ્મ 'દોસ્તાના'માં શાહરૂખ આઈટમ ગીત કરવાના છે. મોટાભાગે શાહરૂખ વિના ફિલ્મ નહી બનાવનારા કરણની આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપડા અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકા કરી રહ્યા છે.
આ ફિલ્મનુ નિર્દેશન કરણના સહાયક રહી ચૂકેલા તરુણ મનસુખાની કરી રહ્યા છે. શક્ય છે કે કરણ પોતાની આ ફિલ્મમાં પોતાના ખાસ મિત્ર શાહરૂખની કમી અનુભવી રહ્યા છે અને તેથી તેમણે પોતાની ફિલ્મમાં શાહરૂખનુ આઈટમ ગીત મુકવાનો નિર્ણય કર્યો છે.
'ક્રેજી 4' સિવાય શાહરૂખે બોની કપૂરની ફિલ્મ 'શક્તિ'માં પણ એશ્વર્યા રાયની સાથે આઈટમ ગીત કર્યુ હતુ. કરણ જોહરની ફિલ્મ 'દોસ્તાના'ને માટે શાહરૂખ પણ દોસ્તી નિભાવશે.
|