મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બિગ બી અમિતજીએ હનુમાન ચાલીસા ગાયા
PTIPTI

અમિતાભ બચ્ચન હવે ધીરે-ધીરે આધ્યાત્મિક જીવન જીવવા માંગતા હોય તેમ, તેઓએ હાલમાં જ એક ભક્તિ આલબમમાં પોતાના અવાજમાં હનુમાન ચાલિસા ગાયા હતાં. આ આલબમ તૈયાર કર્યો છે આદેશ શ્રીવાસ્તવે, જે એમને પોતાને બિગ-બીનો હનુમાન માને છે.

આ હનુમાન ચાલીસામાં ઘણા ગાયક કલાકારોને એમની આવાજ આપી છે, પરંતુ આ આલબમના સ્ટાર છે બીગ-બી. અમિતાભ આ આલબમથી એટલા બધા ખુશ છે કે, હવે તેઓ ભગવત ગીતા પર એમના પિતા હરિવંશ રાય બચ્ચન દ્વારા લખેલી કવિતાઓનો પણ રેકોર્ડ કરવા માટે તૈયાર છે.

જેનું કામ પણ આદેશ શ્રીવાસ્તવ જ કરવાના છે.. આ અંગે આદેશ કહે છે કે, અમિતજીએ પહેલીવાર મારી ફિલ્મ મેજર સાહેબમાં ગાયા હતા અને હવે મારા ભક્તિ આલબમમાં મારા માટે ગાય છે. જેમાં હાલમાં જ અભિષેકે પણ એમનો અવાજ મને આપ્યો હતો.

આમ આખો પરિવાર ભક્તિ આલબમમાં ઉતરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે...હવે વારો એશ અને જયા બચ્ચનનો લાગે છે..
ઘણું બધુ
ઓળખો તો ખરા - 2
શાહરૂખનુ વધુ એક આઈટમ સોંગ
બમ્બઈસે આયા મેરા દોસ્ત
નામની મુસીબત
આમિરની સારી સલાહ
બોલીવુડને અભિનય સાથે ડાંસરની જરૂર છે