હીરોઈનોનુ નંબર વનનુ સિંહાસન ખાલી પડ્યુ છે. એશ્વર્યા રાયે લગ્ન પછી ઓછી ફિલ્મો કરવાનો નિર્ણય લઈ લીધો છે. રાણી મુખર્જીની ગયા વર્ષે રજૂ થયેલી મોટાભાગની ફિલ્મો ફ્લોપ ગઈ અને હાલ તે ખૂબ જ ઓછી ફિલ્મો કરી રહી છે. આ સિંહાસન પર વિરાજમાન થવા માટે કેટલીક હીરોઈનો વચ્ચે હરીફાઈ ચાલી રહી છે. એક નજર નાખીએ નંબર વનની હકદારો પર.
કરીના કપૂર શ્રીમંત નસીબવાળી કરીના કપૂરની પાસે કામની કોઈ કમી નથી રહી. કરીનાએ મોટા બેનર્સની કેટલીય ફિલ્મો કરી. મોટાભાગની અસફળ થઈ. તે છતાં તે સતત ચર્ચામાં રહી. કરીનાએ કદી પણ મહેનતાણાને બાબતે સમજૂતી નથી કરી અને પોતાની શર્તો પર કામ કર્યુ.
આવડતો : કપૂર ખાનદાનની સુપુત્રી હોવાથી કરીનાને બોલીવુડમાં અન્ય અભિનેત્રીઓની તુલનામાં થોડો વધુ લાભ મળે છે. અભિનયમાં તે નિપુણ છે. 'જબ વી મેટ' પછી એકવાર ફરી તેના કેરિયરની ગતિ વધી ગઈ છે. બોલીવુડના તમામ અભિનેતાઓ સાથે તેમની જોડી શોભે છે.
ઉણપો : શાહિદને છોડી સેફને પોતાનો બોયફ્રેંડ બનાવવાથી કરીનાની લોકપ્રિયતા ઘટી ગઈ છે. અભિનય કરતા રોમાંસ પર વધુ ધ્યાન. પોતાનો જીદ્દી સ્વભાવ પણ છોડવો પડશે. રિફ્યુજી(2000)થી પોતાનુ કેરિયર શરૂ કરનારી કરીનાએ લાંબો સમય બોલીવુડમાં ગાળ્યો છે અને હમણાં સુધી કોઈ મોટી ફિલ્મ નથી આપી.
આવનારી ફિલ્મો ; ટશન, ગોલમાલ રિટર્નસ, કમબખ્ત ઈશ્ક, મિલેંગે-મિલેંગે.
|