નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  સમાચાર/ગપસપ > સ્પર્ધા : નંબર વન બનવાની
સમાચાર/ગપસપ

કેટરીના કે
IFM

સલમાન ખાનની ગર્લફ્રેંડના રૂપમાં ઓળખાતી કેટરીના કેફે હવે પોતાની એક અલગ ઓળખાણ બનાવી લીધી છે. ગયા વર્ષે ચાર હિટ ફિલ્મો આપનારી કેટરીનાએ આ વર્ષે પણ પોતાની શરૂઆત સફલ ફિલ્મ 'રેસ'થી કરી છે.

આવડતો :
શીખવા માટે હંમેશા તૈયાર અને મહેનતી. જ્યારે કેટરીના બોલીવુડમાં આવી હતી તો સારી રીતે હિન્દી સમજી પણ નહોતી શકતી. તેમણે આ કમીને એક પડકારના રૂપમાં સ્વીકારી લીધી અને આજે તે હિન્દી બોલી પણ લે છે. અભિનયના જગતમાં કેટરીના પોતાની સીમા જાણે છે અને તે પોતાની હદમાં રહીને કામ કરી રહી છે. પોતાના માસૂમ ચહેરાને કારણે ફિલ્મી ચાહકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય.

ઉણપો :
કેટરીનાનો અભિનય તેમની સૌથી મોટી નબળાઈ છે. તેમને શો-પીસના આધારે ફિલ્મોમાં કામ મળી જાય છે. પણ અત્યાર સુધી કોઈ ખાસ મજબૂત ભૂમિકા નથી મળી, અને ન તો આગળ કદાચ કોઈ નિર્દેશક તેને ધ્યાનમાં રાખીને આવા કોઈ પાત્ર અંગે વિચાર કરશે. સફળ ફિલ્મોમાં ભલે તેમનુ નામ જોડાયુ હોય પણ આ સફળ ફિલ્મોમાં કેટરીનાનુ વધુ યોગદાન નથી.

આવનારી ફિલ્મો : સિંહ ઈઝ કિંગ, યુવરાજ, બ્લૂ, હેલો.