દીપિકા પાદુકોણ આમ તો દીપિકા એક જ ફિલ્મ કરી ચૂકી છે, પણ લોકપ્રિયતાની બાબતમાં તે કોઈનાથી પાછળ નથી. દર્શકો તો તેમને પસંદ કરે જ છે સાથે સાથે બોલીવુડના બધા નાયકો પણ દીપિકાની સાથે કામ કરવા આતુર છે. આવડતો : ગ્લેમર વર્લ્ડમાં કેવી રીતે ચર્ચામાં રહેવુ તે દીપિકાને ખૂબ સારી રીતે આવડે છે. બધા મોટા બેનર્સની ફિલ્મોના પ્રસ્તાવ દીપિકાને મળી રહ્યા છે. જ્યાં એક બાજુ તે શાહરૂખ જેવા સીનિયર હીરોની નાયિકા બની છે ત્યાં બીજી બાજુ તે રણબીર કપૂર જેવા યુવા અભિનેતા સાથે કામ કરી રહી છે. ઓછી ઉંમર એ દીપિકાનો સૌથી મોટો પ્લસ પોઈંટ છે. તે એક સારી અભિનેત્રી છે આ વાતનો સંકેત તેણે 'ઓમ શાંતિ ઓમ' દ્વારા આપી દીધો છે. અનુભવ થતા તેમનો અભિનય વધુ ઝળકશે. ઉણપો ;દીપિકા પાસેથી વધુ અપેક્ષાઓ તેથી તેમણે પોતાના પાત્રો પ્રત્યે વધુ સજાગ રહેવુ પડશે. તેમની રજૂ થયેલી ફિલ્મોથી વધુ તો તેમના પ્રેમીઓની સંખ્યા છે, જે બતાવે છે કે તેમનુ ધ્યાન વધુ ક્યાં રહે છે. આવનારી ફિલ્મો : બચના એ હસીનો, ચાંદની ચોક ટૂ ચાયના.