બચ્ચંસ ધ અનફોર્ગટેબલ ટૂરમાં કલાકારોની અવર-જવર ચાલુ છે. કેટલાય કલાકારોએ આ ટૂરમાંથી પોતાનુ નામ પરત લઈ લીધુ છે તો કેટલાક તેમા જોડાય ગયા છે. તાજુ નામ બિપાશા બાસુનુ છે.
બિપાશાએ આ ટૂરમાંથી બહાર થવાનો નિર્ણય લઈ લીધો છે. બિપાશાના આ નિર્ણય પર આશ્ચર્ય કરવામાં આવી રહ્યુ છે, કારણકે પહેલા તે આ ટૂરને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. કહેવાય છે કે બિપાશાએ આ ટૂરમાં જોડાવવા માટે એટલી વધુ રકમ માંગી કે આયોજકને નવાઈ લાગી.
તેમણે અમિતાભને આ બાબતે જાણ કરીને કંઈક કરવા કહ્યુ. બિગ બીએ બિપાશા સાથે વાત કરી અને તેમને સમજાવવાની કોશિશ કરી પણ બિપાશા ન માની. આયોજક હવે આ બાબતને લઈને કોર્ટ જવાનુ વિચારી રહ્યા છે.
બિપાશા દ્વારા અચાનક પોતાની કિમંત વધારવાનુ કારણ 'રેસ'ની સફળતાને જવાબદાર માનવામાં આવી રહ્યુ છે. બિપાશાને લાગે છે કે 'રેસ'ની સફળતામાં તેમનો હાથ છે અને આ ફિલ્મની સફળતા પછી તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે. તેથી તેમને વધુ પૈસા મળવા જોઈએ.
આ ટૂરમાં બચ્ચન પરિવારની સિવાય અક્ષય કુમાર, માધુરી દીક્ષિત અને પ્રીતિ ઝિંટા જેવા મુખ્ય કલાકારોનો સમાવેશ થાય છે. લારા દત્તાને ઘૂંટણની સમસ્યા હોવાથી તેણે પોતાનુ નામ પાછુ લીધુ છે. સલમાન ખાન અને શાહિદ કપૂરના નામની પણ ચર્ચા હતી, પણ પ્રાઈસને લઈને વાત ન બની.
|