નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  સમાચાર/ગપસપ > વિશાલની નવી ફિલ્મમાં શાહિદ અને પ્રિયંકા
સમાચાર/ગપસપ

IFM
'ઓંકારા' અને 'મકબૂલ' જેવી શ્રેષ્ઠ ફિલ્મો બનાવનારા વિશાલ ભારદ્વાજ હવે કે રોમેંટિક ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. વિશાલની આ બંને ફિલ્મો શેક્સપીયર દ્વારા લેખિત 'હેમલેટ' અને 'મેકબેથ' પર આધારિત હતી, તેથી એવુ કહેવાતુ હતુ કે આ રોમેંટિક ફિલ્મ 'રોમિયો અને જુલિયટ' પર આધારિત આધારિત હશે. વિશાલે આ વાતનુ ખંડન કર્યુ છે.

વિશાલની આ ફિલ્મમાં શાહિદ કપૂરની સાથે પ્રિયંકા ચોપડા જોવા મળશે. શાહિદે આ ફિલ્મને માટે સહમતિ આપી દીધી છે, જ્યારે કે પ્રિયંકા સાથે વાતચીત ચાલી રહી છે. વિશાલને આશા છે કે પ્રિયંકા પણ હા પાડશે.

વિશાલે નાડિયા પર આધારિત ફિલ્મ 'ફિયરલેસ નાડિયા' ની પણ જાહેરાત કરી હતી, પણ હવે આ ફિલ્મને તેમણે બંધ કરી દીધી. પોતાની નવી ફિલ્મ વિશે વિશાલનુ કહેવુ છે કે આ ફિલ્મના દરેક ફ્રેમમાં રોમાંસ હશે નએ આ ફીલગુડ લવ સ્ટોરી હશે.

પ્રિયંકા અને શાહિદે પહેલા કદી સાથે કામ નથી કર્યુ, તેથી આ જોડી આ ફિલ્મમાં તાજગીથી ભરેલી જોવા મળશે.