પોતાની મોટાભાગની ફિલ્મોમાં કેટરીના કેફ બોલીવુડના સ્થાપિત નાયકોની સાથે જોવા મળી છે.
કેટરીનાએ પોતાનાથી મોટી ઉમંરના કલાકારો સાથે કામ કરવાની તક મળી. સલમાન ખાન, ગોવિન્દા, અક્ષય કુમાર તેમનાથી ઉમંરમાં ઘણા મોટા છે. હવે કેટરીના પોતાની વયના અને નવી પેઢીના નાયકો સાથે કામ કરવા માંગે છે.
તાજેતરમાં જ કેટરીનાએ બે ફિલ્મો સાઈન કરી છે. જેમા બંને હીરો નવા છે. યશરાજ ફિલ્મ્સની ફિલ્મમાં તે નીલ મુકેશની સાથે જોવા મળશે. જ્યારે રાજકુમાર સંતોષીની પ્રેમકથા પર આધારિત ફિલ્મ જેનુ નામ છે 'અજબ પ્રેમકી ગજબ કહાની' માં કેટરીનાની જોડી રણબીર કપૂરની સાથે જોવા મળશે.
કેટરીનાનુ માનવુ છે કે નવા કલાકરોની સાથે કામ કરવાની મજા જ અલગ છે અને સાથે જ દર્શકોને તેમની જોડીમાં તાજગી પણ જોવા મળશે. સતત પાંચ ફિલ્મો આપ્યા પછી કેટરીના ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે અને બોલીવુડના બધા નવા-જુના કલાકારો કેટરીના સાથે કામ કરવા માંગે છે.
|