મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ચાય ગરમ

IFM
આ નામ છે તે ફિલ્મનુ જે નિર્દેશક આદિત્ય દત્તા બનાવવા જઈ રહ્યા છે. આદિત્ય આ ફિલ્મના પહેલા 'આશિક બનાયા આપને' અને 'દિલ દિયા હૈ' બનાવી ચૂક્યા છે.

'ચાય ગરમ' નામથી હાસ્યનો આભાસ થાય છે, પણ આ ફિલ્મમાં રોમાંસ અને હાસ્ય બંને સરખા પ્રમાણમાં જોવા મળશે. આ ફિલ્મમાં ગોવિંદા, સેલિના જેટલી, રાજપાલ યાદવ, અનુપમ ખેર અને સુનિલ શેટ્ટી જેવા કલાકાર જોવા મળશે.

ગોવિંદા અને સેલિના જેટલીની 'મની હૈ તો હની હૈ' ટૂંક સમયમાંન જ રજૂ થવાની છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે સારી મૈત્રી થઈ ગઈ. સેલિનાથી ગોવિંદા ખૂબ જ પ્રભાવિત છે.

'નો એંટ્રી'. 'ટોમ ડિક એંડ હૈરી' અને 'અપના સપના મની મની' ની સફળતા પછી સેલિનાએ એ માની લીધુ છે કે દર્શકો તેને હાસ્ય ભૂમિકામાં જોવુ વધુ પસંદ કરે છે, તેથી સેલિના હાલ વધુમાં વધુ હાસ્ય ફિલ્મો કરવાના પ્રયત્નો કરી રહી છે.

હાલ તો સેલિના અભિનેત્રી પૂજા બેદીને પાઠ ભણાવવામાં વ્યસ્ત છે. વાત એમ છે કે થોડા દિવસો પહેલા સેલિનાને 'ફિયર ફેક્ટર'માં ભાગ લેવાનો પ્રસ્તાવ મળ્યો હતો, જેણે તેમણે ઠુકરાવી દીધો હતો. જેને કારણે પૂજા એ કહ્યુ હતુ કે સેલિના માનસિક રૂપે બીમાર છે. સેલિનાને પૂજાની આ વાત ખૂબ જ ખરાબ લાગી અને તે પૂજા પર કાયદેસર કાર્યવાહી કરી રહી છે.
ઘણું બધુ
કેટરીનાની નવી નીતિ
ખલબલી હૈ ખલબલી
મિથુન નાચ્યા વર્ષોબાદ
વિશાલની નવી ફિલ્મમાં શાહિદ અને પ્રિયંકા
અજયની દરિયાદિલી
બિપાશાએ ન માની બિગ બી ની વાત