મોટાભાગે જે નાયિકાઓ પોતાના કેરિયરના શરૂઆતમાં પ્રેમજાળમાં ફસાય જાય છે તેમનુ કેરિયર વ્યવસ્થિત જામતુ નથી. તેનુ ઉદાહરણ છે ઉદિતા ગોસ્વામી. 'જહર' અને 'અક્સર' જેવી ફિલ્મો આપવા છતાં ઉદિતા પાસે નામની ફિલ્મો છે.
'જહર' બનાવવા દરમિયાન ઉદિતાની દોસ્તી ફિલ્મના નિર્દેશક મોહિત સૂરી સાથે થઈ. ધીરે ધીરે આ દોસ્તી પ્રેમમાં પરિણમી. જેને કારણે ઉદિતાનુ ધ્યાન ફિલ્મો તરફ ઓછુ થઈ ગયુ અને નિર્માતાઓએ ઉદિતાથી અંતર કરી લીધુ.
થોડાક વર્ષ ચાલેલો આ રોમાંસ હવે પૂરો થઈ ગયો છે. સાંભળવા મળ્યુ છે કે ઉદિતા અને મોહિતને લાગવા માંડ્યુ છે કે તેમન સંબંધોમાં હવે પહેલા જેવી વાત નથી રહી ગઈ. સંબંધોનો ભાર ઉંચકીને ફરવાને બદલે તેમણે જુદાં પડવાનુ નક્કી કર્યુ છે.
બંને વચ્ચે મિત્રતા તો રહેશે જ. ઉદિતા હવે પોતાના કેરિયર પર ધ્યાન આપવા માંગે છે. તેમની ફિલ્મ 'કિસકે પ્યાર કરુ' રજૂ થવાને છે, જેમાં તેમણે અરશદ વારસીની સાથે હાસ્ય ભૂમિકા ભજવી છે. મોહિત સૂરી વિશેષ ફિલ્મ્સને માટે ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં ઈમરાનની સાથે કંગના છે.
|