મિથુન ચક્રવર્તી એક વાર ફરી ફિલ્મોમાં વ્યસ્ત થઈ રહ્યા છે. કેટલાય નિર્માતાઓએ મિથુનને લઈને ફિલ્મો બનાવવાની જાહેરાત કરી છે.
સોહમે(જેમણે કરણ જોહરને માટે 'કાલ' બનાવી હતી)મિથુન અને સંજય દત્તને લઈને 'લક' ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મનુ નિર્માણ શ્રી અષ્ટવિનાયક સિનેવિઝનના બેનર હેઠળ કરવામાં આવશે.
'કાલ' ફિલ્મના રજૂ થયા પછી સોહમ અને કરણ જોહરમાં મતભેદ થઈ ગયો છે અને ત્યારબદ સોહમ કોઈ પણ ફિલ્મ શરૂ નહોતા કરી શક્યા. 'કાલ'ને બોક્સ ઓફિસ પર સરેરાશ સફળતા મળી હતી.
'લક' એક એક્શન થ્રિલર ફિલ્મ છે. મિથુન અને સંજયની સાથે ડેની પણ આ ફિલ્મમાં જોવા મળશે. બે અભિનેત્રીઓને પસંદ કરવી બાકી છે. ફિલ્મનુ શૂટિંગ 3મે થી શરૂ થવાનુ છે.
|