મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શુ અમિતાભે રિટાયર થઈ જવુ જોઈએ ?

IFM
'ગેંગસ્ટર' અને 'મેટ્રો' જેવી ફિલ્મ બનાવનારા અનુરાગ બસુએ કહ્યુ કે અમિતાભે હવે રિટાયરમેંટ લઈ લેવી જોઈએ. તેમના આ કથનથી અમિતાભના ચાહકોને મનદુ:ખ થયુ છે.

બોલીવુડના મોટાભાગના કલાકાર, નિર્દેશક, નિર્માતા બિગ-બીના પ્રશંસક છે. તેમણે અનુરાગના આ કથન પર આપત્તિ બતાવી છે. બધાનુ કહેવુ છે કે અનુરાગ બસુ આ નિર્ણય કરનારા છે કોણ કે તે એ નક્કી કરે કે અમિતાભે શુ કરવુ જોઈએ. તેમની હેસિયત એટલી મોટી નથી કે તેઓ અમિતાભ વિશે કશુ પણ કહે.

સંજય લીલા ભંસાલી, હેમા માલિની, અનુપમ ખેર, મધુર ભંડારકર, ઈરફાન ખાન, રામગોપાલ વર્મા સહિત બધાનુ કહેવુ છે કે આ તો અમિતાભ જ નક્કી કરી શકે છે કે તે ક્યા સુધી અભિનય કરવાનુ ચાલુ રાખશે.

તેમના મુજબ અમિતાભ એક મહાન નેતા છે અમે વયની સાથે તેમના અભિનયમાં વધુ નિખાર આવ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોમાં તેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે.

અનુરાગ બસુએ એક ફિલ્મી પત્રિકામાં મુલાકાત આપતા કહ્યુ કે અમિતાભ એક મહાન કલાકાર છે અને હું તેમનો ઘણો મોટો પ્રશંસક છુ. મેં તેમની ઘણી ફિલ્મો જોઈ છે,પણ હવે 'રામ ગોપાલ વર્મા કી આગ' જેવી ફિલ્મો કરવાને બદલે તેમણે રિટાયરમેંટ લઈ લેવુ જોઈએ.

બીજી બાજુ અનુરાગ બસુએ કહ્યુ કે તેમણે આ પ્રકારની કોઈ વાત બિગ-બી વિરુધ્ધ નથી કરી. તેઓ પોતે ખૂબ જ નાના માણસ છે અને અમિતાભ વિરુધ્ધ આ પ્રકારની કોઈ પણ ટિપ્પણી કરવાની તેમની હિમંત નથી.

અમિતાભે આ વિશે વધુ કંઈ કહેવાને બદલે એટલુ જ કહ્યુ છે કે તેમને કોઈના સલાહની જરૂર નથી. તેઓ બોલીવુડમાં કોઈના કહેવાથી નહોતા આવ્યા. તેમણે કહ્યુ કે પહેલા પણ ઘણી વાર તેમને સમાપ્ત જાહેર કરવામાં આવ્યા છે.
ઘણું બધુ
સંજય અને મિથુનનુ 'લક'
અલગ થયા ઉદિતા-મોહિત
ચાય ગરમ
કેટરીનાની નવી નીતિ
ખલબલી હૈ ખલબલી
મિથુન નાચ્યા વર્ષોબાદ