મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ટ્યુલિપનુ આઈટમ ગીત

IFM
તાજેતરનદિવસોમાં બધા જાણીતા કલાકાર આઈટમ ગીત અને આઈટમ નંબર કરી રહ્યા છે. રિતિક રોશન અને શાહરૂખ ખાન જેવા સુપર સ્ટાર્સ પથોડા દિવસો પહેલા 'ક્રેજી 4'માં આઈટમ નંબર કરતા જોવા મળ્યા.

કેટરીના કેફ 'બ્લૂ'માં તો દીપિકા પાદુકોણ 'બિલ્લો બાર્બર'માં આઈટમ નંબર કરતી જોવા મળશે. તો પછી ટ્યુલિપ જોશી કેમ પાછળ રહે ? સામાન્ય રીતે ગંભીર ફિલ્મો કરનારી ટ્યુલિપ પોતાના કેરિયરમાં પહેલી વાર આઈટમ સોંગ કરતી 'રનવે' ફિલ્મમાં જોવા મળશે.

આ ફિલ્મમાં ટ્યલિપ એક બાર ગર્લની ભૂમિકા નિભાવી રહી છે. ગીતમાં ટ્યુલિપની સાથે અમરજીત જોવા મળશે. થોડા દિવસો પહેલા આ ગીતનું કોલાંબા ખાતે મુકેશ મિલ્સ પર બંને પર ફિલ્માંકન થયુ હતુ.

આ ફિલ્મમાં લકી અલી, દીપલ શૉ અને રઉફ લાલા પણ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મનુ લગભગ શૂંટિંગ મોરીશિયસમાં થયુ છે. આ ફિલ્મનુ નિર્દેશન સુનીલ તિવારી કરી રહ્યા છે.
ઘણું બધુ
શુ અમિતાભે રિટાયર થઈ જવુ જોઈએ ?
સંજય અને મિથુનનુ 'લક'
અલગ થયા ઉદિતા-મોહિત
ચાય ગરમ
કેટરીનાની નવી નીતિ
ખલબલી હૈ ખલબલી