યશરાજ ફિલ્મ્સને માટે કુણાલ કોહલીએ આખી ફિલ્મ બનાવી નાખી પણ એક નાનકડું નામ ન શોધી શક્યા. આ ફિલ્મમાં 'હમ તુમ'ની હિટ જોડી સેફ અલી ખાન અને રાણી મુખર્જી જોવા મળશે.
કેટલાય દિવસોની શોધ પછી છેવટે નામ મળી જ ગયુ. હવે આ ફિલ્મને કુણાલ કોહલીની ફિલ્મને બદલે 'થોડાસા પ્યાર થોડાસા મેઝિક' તરીકે ઓળખવામાં આવશે.
પોતાની ફિલ્મ અને નવા નામ વિશે કુણાલ કોહલીનુ કહેવુ છે કે ' અમારી જીંદગી તડકો-છાયાથી ભરેલી છે. ખુશી છે તો આંસુ પણ છે. જ્યારે અમારો સમય ખરાબ ચાલે છે ત્યારે અમને મદદની જરૂર પડે છે અને ત્યારે આપણે થોડા ચમત્કારની આશા કરીએ છીએ
કોઈ એવા જાદુની આશા જાગે છે જે અમારા આંસુ લૂંછી નાખે. જે અમને ખરાબ સમયમાં લડવાની શક્તિ આપે. 'થોડા પ્યાર થોડા મેજીક' એ તમારા-મારા જેવા લોકોની વાર્તા છે, જે જીંદગીમાં ચમત્કારની આશા કરે છે. અમે એ નથી જાણતા કે ચમત્કાર કરનારા દેવતાઓ અમારી વચ્ચે જ હાજર છે. 'થોડા પ્યાર થોડા મેજિક' અમારી જરૂરિયાતોની વાર્તા છે.
27 જૂનના રોજ રજૂ થનારી આ ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપડાએ કર્યુ છે. 'હમ તુમ' અને 'ફના' જેવી સુપરહિટ ફિલ્મ બનાવનારા કુણાલ કોહલીની આ ફિલ્મને લઈને ઘણી આશાઓ છે. ફિલ્મની સ્ટોરી સેફ અલી ખાન, રાણી,ચાર બાળકો અને ભગવાનની આસપાસ ફરે છે. રોમાંસ, કોમેડી, ડ્રામાં, કલ્પના જેવા તત્વ આની વાર્તામાં રહેલા છે.
|